Instagram Blend Feature: હવે મિત્રો સાથે મળીને જુઓ Reels, જાણો આ ફીચર કેવી રીતે કામ કરે છે?
Instagram Blend Feature: Instagram યુઝર્સ માટે બ્લેન્ડ નામનું એક નવું અને મનોરંજક ફીચર આવ્યું છે. જો તમને રીલ્સ જોવાનો શોખ છે અને તમે આ અનુભવ તમારા મિત્રો સાથે શેર કરવા માંગો છો, તો આ સુવિધા તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
શું છે Instagramનું Blend ફીચર?
બ્લેન્ડ ફીચર એ ઇન્સ્ટાગ્રામ પર એક નવું ટૂલ છે જે તમને અને તમારા ખાસ મિત્રને સાથે મળીને કસ્ટમાઇઝ્ડ રીલ્સ ફીડનો આનંદ માણવા દે છે. આમાં, ઇન્સ્ટાગ્રામ બંને વપરાશકર્તાઓની પસંદગીઓને જોડીને રીલ્સ સૂચવે છે.
ઉદાહરણ તરીકે
જોઇએ કે તમને હાસ્યભર્યુ વિડિઓ ગમે છે અને તમારા મિત્રને ડાન્સ રીલ્સ, તો Blend ફીડમાં તમને બંનેની પસંદને ધ્યાનમાં રાખીને Reels જોવા મળશે.
Blend ફીચર કેવી રીતે કામ કરે છે?
સૌથી પહેલા તમે તમારા મિત્રને Blend Invite મોકલશો
જ્યારે તમારો મિત્ર એ Inviteને સ્વીકારે, ત્યારે તમે બંને માટે એક Special Reels Feed તૈયાર થઈ જાય છે
આ ફીડ તમને Instagramના ચેટ વિભાગ મારફતે જોવા મળશે
ફીડમાં તમે બંનેની પસંદ મુજબ Reels જોવા મળશે
Blend ફીચરનો લાભ શું થશે?
મિત્રો સાથે Reels જોવા અને શેર કરવા માટે એક નવી અને મજા ભરેલી રીત
બંનેની પસંદ મુજબ કન્ટેન્ટ મળશે
ચેટિંગ દરમિયાન હાસ્ય, મજાક અને વાતચીત વધુ રસપ્રદ બનશે
Instagramનો અનુભવ વધુ પર્સનલ અને એન્ગેજિંગ બની જશે
જો તમે પણ Instagram પર કંઈક નવી રીતે આનંદ માણવા ઈચ્છો છો, તો Blend ફીચર જરૂર અજમાવો!