Infinix NOTE 50s 5G+ : હવે ફોન રહેશે સુગંધથી ભરેલો! Infinix લોન્ચ કરશે પોતે પરફ્યુમ છોડતો સ્માર્ટફોન
Infinix NOTE 50s 5G+ : ટેકનોલોજીની દુનિયામાં રોજ કંઈક નવું થતું હોય છે, અને આ વખતે Infinix એ બધાને આશ્ચર્યમાં મૂકતું નવું સ્માર્ટફોન લાવવા જઈ રહ્યું છે – એવું સ્માર્ટફોન જે માત્ર કમ્યુનિકેશન માટે નહીં, પરંતુ તમારું મૂડ પણ તાજું રાખશે! Infinix NOTE 50s 5G+ એ એવું પહેલું સ્માર્ટફોન હશે જેમાંથી સૂક્ષ્મ સુગંધ આવશે – અને આ શક્ય બનશે માઇક્રોએનકેપ્સ્યુલેશન ટેકનોલોજી દ્વારા.
ફોન કે પરફ્યુમ? બંને!
Infinix હવે સ્માર્ટફોનમાં “Phone Energizing Scent-Tech” નામની નવીનતમ ટેકનોલોજી દાખલ કરી રહી છે, જે ફોનના પછડલા ભાગમાંથી હલકી સુગંધ ફેલાવે છે. ખાસ રીતે ડિઝાઇન કરાયેલ વેગન લેધર બેક પેનલમાં માઇક્રોએનકેપ્સ્યુલેશન લાગુ કરાઈ છે, જે ચોક્કસ પરિસ્થિતિઓમાં અને વપરાશના આધારે અહલાદક સુગંધ બહાર કાઢે છે.
ક્યારે લોન્ચ થશે?
કંપનીએ જાહેરાત કરી છે કે NOTE 50s 5G+ 18 એપ્રિલ 2025 ના રોજ ભારતીય બજારમાં આવી જશે. જોકે, તેની કિંમત પણ એટલી જ આકર્ષક રહેશે જેટલી સુગંધ!
કિંમત અને વેરિઅન્ટ્સ
6GB RAM + 128GB સ્ટોરેજ – ₹11,499
8GB RAM + 128GB સ્ટોરેજ – ₹12,999
ફોન ત્રણ અલગ રંગોમાં ઉપલબ્ધ રહેશે – રૂબી રેડ, ટાઇટેનિયમ ગ્રે અને મરીન ડ્રિફ્ટ બ્લુ (જેમાં સુગંધ ફીચર હશે).
અન્ય ખાસ વિશેષતાઓ
6.67 ઇંચ HD+ ડિસ્પ્લે (120Hz રિફ્રેશ રેટ સાથે)
Android 15 અને XOS 15
MediaTek Dimensity 7300 Ultimate પ્રોસેસર (ભારતમાં પહેલી વખત)
50MP રિયર કેમેરા + 8MP સેલ્ફી કેમેરા
ડ્યુઅલ સિમ સપોર્ટ
Previous Innovation Vs Now
આ અગાઉ Motorola એ ફોનના બોક્સમાં સુગંધ આપતો પરફ્યુમ પેપર આપવાનું શરૂ કર્યું હતું, પણ Infinix એ તો સીડો ફોનનેજ સુગંધિત બનાવી દીધો છે – ફોન ચલાવતાં ચલાવતાં ગમ્મતની સાથે now freshness too!