Galaxy Unpacked Event: સેમસંગ 22 જાન્યુઆરીએ લોન્ચ કરશે ધમાકેદાર ડિવાઇસીસ, જાણો સંપૂર્ણ યાદી
Galaxy Unpacked Event: જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો એક દિવસ વધુ રાહ જોઈ શકો છો. 22 જાન્યુઆરીએ સેમસંગ તેની Galaxy Unpacked Eventમાં ઘણા નવા ડિવાઇસેસ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ઇવેન્ટમાં કંપની તેના નવા સેમસંગ ગેલેક્સી S25 સીરિઝ, ફોલ્ડેબલ અને ટ્રાઈ-ફોલ્ડ ફોન્સનું અનાવરણ કરી શકે છે. તો ચાલો જાણીએ કઈ નવી ડિવાઇસેસ રજૂ થઈ શકે છે.
Galaxy Unpacked Eventમાં શું ખાસ હશે?
સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન સેગમેન્ટમાં તેની પકડી વધુ મજબૂત બનાવવાની ઈચ્છા રાખે છે. આમાં ગેલેક્સી Z ફલિપ 7, ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફલિપ FE અને ટ્રાઈ-ફોલ્ડ મોડલ્સ શામેલ થઈ શકે છે. ટ્રાઈ-ફોલ્ડ ફોન 9.9 થી 10 ઇંચ ડિસ્પ્લે સાથે આવી શકે છે, જે ગેલેક્સી Z ફોલ્ડ 6થી વધુ મોટું હોઈ શકે છે.
આગામી ડિવાઇસેસના ફીચર્સ
નવી ડિવાઇસેસમાં વધુ સારો પ્રોસેસર, ડિસ્પ્લે, કેમેરા અને ડિઝાઇન જોવા મળી શકે છે. તેમાં સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા 200 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 45W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ સાથે આવી શકે છે.
લાઇવ સ્ટ્રીમિંગ
આ ઇવેન્ટ 22 જાન્યુઆરીની રાત્રે 11:30 વાગ્યે શરૂ થશે અને તેની લાઇવ સ્ટ્રીમિંગ સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ અને યૂટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે.