Cyber Fraud: સાયબર ગુનાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આર્થિક ગુનાઓ અટકાવવા માટે ખાસ કરીને બેન્કોએ જ જડબેસલાક સિસ્ટમ અમલમાં મૂકવા સિવાય કોઈ વિકલ્પ નથી. તાજેતરમાં સુરતમાં એઆઇ ઇન ફાયનાન્સિયલ ફ્રોડ વિષય પરના કાર્યક્રમમાં સાયબર સિક્યુરિટી એન્ડ ડેટા પ્રોટેકશનના કન્સલ્ટન્ટ એડવોકેટ ડો. ચિંતન પાઠકે ટાંક્યું હતું કે, બેન્કોએ સાયબર ફ્રોડને અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ બેઇઝડ ફ્રોડ ડિટેક્શન સિસ્ટમનો અમલ કરી તુરંત રિસ્પોન્સ કરી શકે એવી ટેકનિકલ ટીમ ઊભી કરવી પડશે.
દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે,
છેલ્લાં 10 વર્ષમાં Cyber Fraud ને કારણે થતા આર્થિક નુકસાનમાં બેન્કોએ રૂપિયા પ.3 લાખ કરોડ ગુમાવ્યા હતા. હાલ બધી જ સર્વિસિસ આઉટસોર્સ થવા લાગી છે ત્યારે વર્ષ ર0રપ સુધીમાં આર્થિક ગુનાનો દર 1પ ટકા વધી જશે અને આર્થિક નુકસાનીનો આંકડો રૂપિયા 10.પ ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચી જવાની સંભાવના છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે કામોની ઝડપ વધી છે પણ તેનો દુરુપયોગ કરીને સાયબર ફ્રોડ આચરનારા વ્યક્તિઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કરનારાઓ કરતા છ સ્ટેપ આગળ હોય છે. જો કે, સરકાર તરફથી આઇટી ક્ષેત્રે નવા કાયદામાં આ બધી બાબતોનો સમાવેશ કરવાની કોશિશ કરાઈ રહી છે.
જે રીતે સોફટવેર અને હાર્ડવેરની સર્વિસિસ આપવામાં આવે છે
એવી રીતે સાયબર ફ્રોડ કરનારા ગુનેગારો સાયબર ક્રાઇમને પણ સર્વિસ તરીકે અપનાવી રહ્યા છે. સાયબર ક્રાઇમની દૃષ્ટિએ ભારત વિશ્વમાં 10મા ક્રમે છે. ગત વર્ષે ભારતમાં ર0 લાખ લોકો સાથે કુલ રૂપિયા રપ37 કરોડની નાણાંકીય છેતરાપિંડી થઈ હતી. દેશમાં સૌથી વધુ સાયબર ક્રાઇમના ગુના ઉત્તર પ્રદેશમાં નોંધાય છે. ત્યારબાદ અનુક્રમે રાજસ્થાન, કર્ણાટક, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.