હાલ સોશિયલ મીડિયામાં અમેઝોન સેલના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે. જેમાં vivo અને oppo ના ફોનથી માંડીને canon અને jbl ના સ્પિકરથી માંડીને ટી.વી અને મિક્સર સહિત ઘણી વસ્તુઓ સેલ થઈ રહી છે, જે 99 % સ્કીમમાં છે. આ ઓફરનીં લીંક પર ક્લિક કરતા તમને નામ અને એડ્રેસ સહિત ઈ-મેઈલ આઈડી પણ પુછશે અને ઓર્ડર કન્ફોર્મ થયા પહેલા 10 લોકોને શેર કરવા માટેની નોટીફિકેશન આવશે.તમારે આ ઓર્ડર અમુક મિનિટોમાં કન્ફોર્મ કરવાનો રહેશે. તમારો ઓર્ડર કન્ફોર્મ પણ થઈ જશે પણ તમને કન્ફર્મેશનનો કોઈ મેસેજ મળશે નહીં.
આ કોઈ સેલ નથી પણ સાયબર હેંકીંગ થઈ રહ્યું છે, જેમાં હેકર્સ તમારા ઈ-મેઈલ આઈડી સહિત એડ્રેસ અને તમારા અકાઉન્ટ નંબર પણ હેક કરી લેશે. તમારા અકાઉન્ટ વિશેની તમામ માહિતી હેકર્સ સુધી પહોંચી જશે. આ વાયરલ મેસેજમાં આ લીંક http:amazon.big-billion-day-sale.in વાયરલ થઈ રહી છે.