Xiaomi ફ્લેગશિપ ડેઝ આજથી (6 જૂન 2022) શરૂ થયો છે. જેમ કે નામ સૂચવે છે, Xiaomi નો ફ્લેગશિપ ફોન સેલમાં ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. સેલ પેજ પરથી મળેલી માહિતી અનુસાર, Mi 11X 5G સ્માર્ટફોન ખૂબ જ સારી ડીલમાં ખરીદી શકાય છે. ગ્રાહકો આ ફોનને 34,999 રૂપિયાની જગ્યાએ 22,999 રૂપિયામાં ઘરે લાવી શકે છે. ખાસ વાત એ છે કે એક્સચેન્જ બોનસ હેઠળ તેના પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ તેમાં આપવામાં આવેલા સ્પેસિફિકેશન વિશે…
આ ફોનમાં 6.67-ઇંચ FHD + ડિસ્પ્લે સપોર્ટ છે, જેની સાથે 1080×2400 પિક્સલ રિઝોલ્યુશન ઉપલબ્ધ છે. તેનું ડિસ્પ્લે સ્ક્રેચ રેઝિસ્ટન્ટ છે જે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે. ફોનનું ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે. ફોન HDR10+ માટે સપોર્ટ ધરાવે છે.
ફોનમાં 8GB સુધીની રેમ
Mi 11X Qualcomm Snapdragon 870 ચિપસેટ સાથે આવે છે, અને આ ફોનમાં Android 11 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે, જે કંપનીના પોતાના MIUI 12થી સજ્જ છે. Xiaomi Mi 11Xને બે સ્ટોરેજ વેરિઅન્ટ 6GB RAM + 128GB અને 8GB RAM + 256GB સ્ટોરેજમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
આ ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે, જે કંપનીના પોતાના MIUI 12થી સજ્જ છે. કેમેરા તરીકે, આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. Mi 11X માં પ્રાથમિક લેન્સ 48-મેગાપિક્સલનો કેમેરો છે.
જ્યારે બીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ અને ત્રીજો લેન્સ 5 મેગાપિક્સલનો મેક્રો છે. સેલ્ફી માટે આ ફોનમાં 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે, આ ફોનમાં 4,250mAh બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.