નોટબંધી બાદથી ઈ-વોલેટ અને ડીજીટલ મનીને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને મોટી-મોટી કંપનીઓ તરફથી અનેક પ્રયાસો અને લોભામણી જાહેરાતો કરવામાં આવી રહી છે. તેવી જ એક યોજના હેઠળ Airtel Payment Bank નાં ગ્રાહકોને બેંક ખાતા ખોલવા માટે એક ઘણી જ આકર્ષક જાહેરાત કરી છે.
આ ઓફરમાં તે પોતાના ગ્રાહકોને પ્રત્યેક એક રૂપિયો જમા કરાવવા પર એક મિનીટનાં ટોકટાઈમ (પોતાના નેટવર્ક પર) ની રજૂઆત કરશે. એરટેલે કહ્યું છે કે, આ લાભ માત્ર પહેલી વાર જમા કરાવવા પર જ મળશે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, કોઈ પણ ગ્રાહક એરટેલ પેમેન્ટ સાથે બચત ખાતું ખોલે છે, તેના એરટેલ મોબાઈલ પર પ્રત્યેક રૂપિયાનાં જમા પર એક મિનીટનો ટોક-ટાઈમ મળશે. નિવેદન મુજબ તેનો મતલબ છે કે, જો કોઈ ગ્રાહક ૧,૦૦૦ રૂપિયા સાથે કોઈ ખાતું ખોલે છે, તો સબંધિત વ્યક્તિને તેના એરટેલ મોબાઈલ નંબર પર ૧,૦૦૦ મિનીટનો ફ્રી ટોકટાઈમ મળશે.
એરટેલ પેમેન્ટ બેંકે ૨૩ નવેમ્બરે રાજસ્થાનમાં બેંક સેવાઓ શરુ કરી છે અને સાથે જ કામ શરુ કરનાર પહેલી ચુકવણી કરતી બેંક બની ગઈ છે.