ચેન્નાઇ: આઇએસએલ-4માં ચેન્નાઇયન એફસીએ રોમાંચક મુકાબલામાં એટલેન્ટીકો ડી કોલકાતાને 3-2થી હરાવ્યુ હતું.બન્ને ચેમ્પિયન ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ચેન્નાઇયન…
Browsing: ISL 2017
કોચીઃ સતત બે ડ્રો બાદ કોચીના જવાહરલાલ સ્ટેડિયમમાં મુંબઈ સિટીનો સામનો કરવા ઉતરેલી હોમ ટીમ કેરલા બ્લાસ્ટર્સે વધુ એક મેચ ડ્રો કરી હતી. કેરલા બ્લાસ્ટર્સઆઈએસએલની ચોથી સિઝનમાં હજુસુધી એકપણ મેચ જીતી શકી નથી. મેચના પ્રથમ હાફમાં કેરલા બ્લાસ્ટર્સ તરફથી માર્ક સિફનિયોસે ગોલ કરતા પ્રથમ હાફ સુધીમાં હોમ ટીમ 1-0ની લીડ સાથે આગળ રહી હતી. જોકે બીજા હાફમાં બલવંત સિંઘે ગોલ કરતા સ્કોર 1-1ની બરાબરીએ પહોંચી ગયો હતો. જોકે તે પછી બંને ટીમ ગોલ કરવામાં સફળ ન રહેતા મેચ1-1થી ડ્રો રહી હતી. કેરલા બ્લાસ્ટર્સની ટીમની વધુ એક મેચ ડ્રો જમશેદપુર એફસી અને એટલેટિકો ડી કોલકાતા બાદ મુંબઈ સિટી વિરુદ્ધ ઘરઆંગણે રમતી કેરલા બ્લાસ્ટર્સ તરફથી માર્ક સિફનિયોસે મેચની 14મી મિનિટે ગોલ કર્યો હતો. જેનેકારણે જ ઘરઆંગણે રમતી કેરલાએ પ્રથમ હાફમાં 1-0ની લીડ મેળવી હતી. બીજા હાફમાં પણ મુંબઈ સિટી અમુક મિનિટો સુધી ગોલ કરી શકી નહોતી. જોકે મેચની 77મી મિનિટેબલવંતસિંઘે ગોલ કરી સ્કોર 1-1થી સરભર કર્યો હતો. મેચ દરમિયાન 84મી મિનિટે બલવંતસિંઘ પાસે બીજો ગોલ કરી પોતાની ટીમને મેચની અંતિમ ક્ષણોમાં લીડ અપાવવાની સારીતક મળી હતી. જોકે આ તકને ગોલમાં પરિવર્તિત કરી શક્યો નહોતો, જો તેણે આ ગોલ કર્યો હોત તો તે મુંબઈ સિટી માટે વિજયી ગોલ સાબિત થાત. પરંતુ અંતે બંને ટીમોએ 1-1નાડ્રોથી જ સંતોષ માણવાનો વારો આવ્યો હતો. કેરલા બ્લાસ્ટર્સે આ મેચમાં ગોલ કરી તેને ડ્રો કરી, જોકે આગામી મેચોમાં ટીમને વિજયી ગોલ કરવા પડશે, નહિંતર કેરલા બ્લાસ્ટર્સ માટેથોડી સમસ્યા થઈ શકે છે.
પુણેઃ આઈએસએલના ચોથા રાઉન્ડમાં પુણેના શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રમાયેલી ચેન્નાઈયન અને પુણે એફસી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં…
અમદાવાદ : ભારતમાં IPL નું સફળ આયોજન થયા બાદ રીલાયન્સના નિતા અંબાણીએ પુરા ભારત દેશમાં ફુટબોલનો પ્રચાર કરવાનું શરૂ કર્યં છે.…
દિલ્લી : ઇન્ડિયન સુપર લિંગમાં ચોથી સિઝનમાં આજે શનિવારે દિલ્લી ડાયનેમોજ અને નોર્થ ઇસ્ટ યુનાઇટેડ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો.…