ચોટીલા બી.આર. સી.ભવન ખાતે નવા પાઠ્યપુસ્તકોના અમલીકરણની શિક્ષકો તાલીમ આપી વાકેફ કરાયા.
ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રથમીકશાળાનોઅભ્યાસ ક્રમ NCIRT મુજબકરતા GCIRT અને SSA કચેરી.ગાંધીનગર દ્વારા તમામ પ્રાથમિક શાળા ના ધોરણ.1 અને 2 માં પ્રજ્ઞા અભિગમ ધોરણ 3 થી 5 માં ગણિત અને પર્યાવરણ વિષય અને ધોરણ.6 થી 8 માં ગણિત.વિજ્ઞાન વિષયોના આગામી શૈક્ષણિક વર્ષ થી તબક્કાવાર અભ્યાસ NCIRT મુજબ થવા જઈ રહ્યો છે.ત્યારે ચોટીલાના નાનાપાળીયાદ રોડ પર આવેલ બી.આર.સી.ભવન ખાતે વિવિધ તબક્કામાં તા.25.26.27.ના રોજ 112 જેટલા શિક્ષક મિત્રોને ચાર તજજ્ઞો દ્વારા તાલીમ આપી ને તાલીમબદ્ધ કરાયા હતા.
આ નવા અભ્યાસ ક્રમ મુજબ શિક્ષક પોતે હોંશભેર તાલીમ લેવા માટે કદમ મિલાવી ને તજજ્ઞો ના સહકાર થી તાલીમ લઈ રહ્યા હતા.આ તાલીમ નું સફળ સંચાલન ચોટીલા બી.આર.સી.દશરથભાઈ.સીઆરસી મનુભાઈ.જતાપરા સાહેબ તેમજ તાલીમ આપનાર તજજ્ઞો ના દ્વારા કરવામાં આવ્યું હતું.