સુરતના હજીરા બ્રિજ પર આજે સવારે વિચિત્ર કહી શકાય તેવો અક્સમાત સર્જાયો હતો. બ્રિજ પર ઉભેલી ટ્રકમાં બાઈક સવાર ઘુસી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું.
પોલીસ સૂત્રો મુજબ આજે સવારે હજીરાના જૂના ગામે રહેતો હેમંત પટેલ નામનો યુવાન રાબેતા મુજબ પોતાના કામ માટે જઈ રહ્યો હતો ત્યારે હજીરા બ્રિજ પર ટેક્નિકલ ખામીના કારણે પાર્ક કરાયેલા ટ્રકમાં ઘુસી ગયો હતો. બાઈક સાથે ટ્રકમાં ઘુસી ગયેલા હેમંતનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પણ આ ઘટનામાં એક આશાસ્પદ યુવાનનું અકાળ મોત થતાં જૂના ગામમાં શોકનુ વાતાવરણ જોવા મળ્યું હતું.