સુરતમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ફ્લશ લાઈટથી પ્રસૂતા કરાવી માતા અને બાળકની જાન બચાવી હતી. બાળકના શરીરનું તાપમાન ઘટી ગયું હતું અને તેવામાં એમ્બ્યુલન્સની હેલોઝન લાઈટથી ગરમી આપી મહિલાની નોર્મલ ડિલીવરી કરાવી હતી.
ઉધનાનાં હરીનગર ખાતે આવેલી પંચનાથ સોસાયટી પાસેના ઝૂંપડામાં મહિલાને પ્રસુતિની પીડા થતી હોવાનો કોલ આવ્યો હતો. માત્ર ત્રણ જ મિનીટમાં 108 સ્થળ પર પહોંચી ગઈ હતી. 10 પર ફરજ બજાવતા વિશાલ ભટ્ટશાલાએ કહ્યું કે ગત રાત્રે 2.01 વાગ્યાના અરસામાં કોલ આવ્યો હતો કે મહિલાને પ્રસૂતિ થવાની છે અને સ્થિતિ નાજૂક છે.
તેણે કહ્યું કે એમ્બ્યુલન્સ લઈને માત્ર ત્રણ મિનીટમાં પંચનાથ સોસાયટી પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચતા જોયું તો ઝુંપડા પાસે માતા દિવો લઈને ઉભા હતા. બાળકનું માથું ફસાઈ ગયું હતું અને અમને ટ્રેનીંગ મળી હતી તેનાં અધારે નોર્મલ ડિલવરી કરાવી હતી, માતાનું બીપી પણ ઘટી ગયું હતું તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી માતા અને બાળકને બચાવી લેવામાં આવ્યા હતા. બાળક અને માતાને પંદર મિનીટમાં પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બન્નેની તબિયત સારી છે.