સુરતમાં એવી ઘટના સામે આવી છે કે જેના અંગે જાણી તમે ચોંકી જશો. સામાન્ય રીતે પતિ પત્ની પર અત્યાચાર ગુજારતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે.પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પત્નીએ પતિ પર ચારિત્ર્યની શંકા કરી બંને આંખો ફોડી નાંખી. હદ તો ત્યારે થઇ પતિની આંખો ફોડીને પાછો ફોન કરી ખુદ પત્નીએ જ 108ને જાણ કરી.
ક્રાઇમમાં પંકાયેલા પાંડેસરાની આ ઘટના જાણી દરેક લોકો ચોંકી જાય છે. મળતી માહિતી પ્રમાણે પત્નીને શંકા હતી કે તેના પતિનું કોઈ અન્ય મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે. આથી તેણીએ તેના પર ચપ્પાથી હુમલો કરીને પતિની આંખો જ ફોડી નાંખી હતી. બનાવ બાદ ખુદ પત્નીએ 108ને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં 108ની ટીમે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.