એક તરફ લોકો મોંધવારીનો સામનો કરી રહ્યા છે ત્યારે ટોરેન્ટ પાવરે વીજબીલમાં વધારો ઝીંક્યો છે. હાલ પેટ્રોલ-ડીઝલ સહિત શાકભાજી અને અન્ય ચીજ વસ્તુઓ પર ભાવ વધારોનો સામનો કરી રહેલા અમદાવાદ, સુરત અને ગાંધીનરના લોકોએ હવે વીજબીલ માટે ગજવા ખાલી કરવા પડશે.
ટોરેન્ટ પાવરે પ્રતિ યુનિટ વીજ બીલ પર 23 પૈસાનો વધારો કર્યો છે. આ વધારાથી ત્રણેય શહેરોના લોકોના ગજવામાંથી વીજબીલમાં વધારાના રૂપે કરોડો રૂપિયા જતા રહેશે. લોકોએ હવે વીજ વપરાશમાં પણ તોતીંગ વધારો ચૂકવવો પડશે.