સુરતઃ શહેરમાં વીડિયોના આધારે બ્લેકમેઈલ કરવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. તાજેતરમા હનીટ્રેપમાં ફસાયેલા યુવકને વીડિયો કોલ ઉપર યુવતી નિર્વસ્ત્ર થઈ હતી અને રૂપિયા પડાવ્યા હતા. ત્યારે વધુ એક બ્લેકમેલિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી સાથે સૃષ્ઠી વિરુદ્ધનું કૃત્ય કરીને તેનો વીડિયો ઉપારી કોરોડ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો 20 વર્ષનો યુવક બીબીએનો અભ્યાસ કરે છે. તેના પિતા દુધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છ માસ અગાઉ યુવકના પિતાએ તબેલો વેચી દેતા તેમની પાસે રૂ.દોઢ કરોડ જેવી રકમ આવી હતી.
આ વાતની જાણ કતારગામ લલિતા પાર્કમાં રહેતા જયદિપ અરવિંદ ટાંકને થઇ હતી. જેથી જયદિપે આ નાણા પડાવવા માટેનો પ્લાન ધડી કાઢ્યો હતો. તેણે કતારગામ આંબાવાડી સોનલ પાર્કમાં રહેતા લાખા ઉર્ફે ભરત બોધા સાટિયાને યુવક પાસે કરોડો રૂપિયા આવ્યા હોવની જાણ કરી હતી.
બાદમાં લાખા તેના ભાઇ ભોળા, વિજય તેમજ કતારગામ નંદનવન સોસાયટીમાં રહેતા સાગર સાટિયા, ભોલા મેર, કનો સાટિયા, કતારગામા બંબાગેટ પાસે રહેતા કરણ ત્રિવેદી, વૃન્દાવન સોસયટીમાં રહેતા જેનીશ કલસરીયા અને રોમા સાટિયાએ યુવકને બોલાવીને સેનેટાઇઝરનો ધંધો કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ આ ટોળકી યુવકને ધંધાના બહાને એક દુકાનમાં લઇ ગયા હતા. ત્યાં લાખાએ યુવક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ હતું.
આ સમયે હાજર અન્ય સાથીઓએ તેનો વીડિયો ઉતારી લીધો હતા. આ વીડિયો વહેતો કરી દેવાની ધમકી આપીને ધંધાના નામે આ ટોળકીએ યુવક પાસેથી છેલ્લા છ મહિનામાં ટુકડે ટુકડે રૂ.1,26,50000 પડાવી લીધા હતા. યુવક ચુપચાપ ઘરમાંથી પૈસા લાવી ટોળકીને આપતો.
આ ઉપરાંત 7 મોબાઇલ અને 1 વોચ પડાવી લીધી હતી. છતાં ટોળકી યુવક પાસે 30 લાખની માંગણી કરતી હતી. પણ હવે યુવક પૈસા આપી શકે તેમ ન હતો. બે દિવસ રહેલા પિતાએ તપાસ કરતા ઘરમાંથી રૂપિયા ગાયબ થયા હતા. જ્યારે યુવકને પિતાએ પુછતા તેણે સઘળી હકિકત જણાવી હતી. આખરે યુવકે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને લાખા ઉર્ફે ભરત સાટિયા, કરણ ત્રિવેદી અને જયદિપ ટાંકની ધરપકડ કરી છે.