સુરતઃ બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. સુરત શહેરમાં દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકને યુવતી સાથે પ્રેમ થયો હતો અને તેણે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો અને ત્યારબાદ જે થયું તે ચોંકાવનારૂં હતું. આ સંબંધમાં યુવતીને ગર્ભ રહી જતા યુવતીએ લગ્નનું દબાણ કર્યુ હતું. જોકે, યુવકે તેને માર મારી અને તરછોડી દીધી હતી. આ સમગ્ર મામલે આખરે યુવતીએ શારીરિક શોષણ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગતો એવી છે કે સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં આવેલી રઘુકૂળ માર્કેટ નજીક રહેતી અને મજૂરી કામ કરતી યુવતીને તેના ઘર પાસે રહેતા વિપુલ નામના યુવાન સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે પહેલાં તો બંને ફક્ત મળતા જ હતા.
પરંતુ સંબંધઓમાં સમયજતા યુવાન વિપુલે આ યુવતીને લગ્નની લાલચ આપીને યુવતીને તેના ઘરે બોલાવી તેની સાથે શરીર સંબંધ બાંધી અને તેનું શોષણ કરવાનું શરૂ કર્યુ હતું. જોકે આ શરીર સંબંધને લઇને યુવતીને 15 દિવસ પહેલાં ઉલટીઓ થઇ હતી ત્યારે તેણે સ્થાનિક દવાખાને જઈને તપાસ કરાવતા તે ગર્ભવતી હોવાનું અને તેના ઉદરમાં 3 માસનું ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે યુવતી ગર્ભવતી બની હતી.
જોકે આ યુવતી ગર્ભવતી હોવાનું જયારે યુવાનને કહેવામાં આવ્યુ ત્યારે આ યુવાને યુવતીનાં ગર્ભમાં રહેલું બાળક તેનું નથી તેમ કહીને તેને મારમારી તેની સાથેનાં સંબંધ તોડી નાખ્યા હતા.
આ ઉપરાંત યુવકે યુવતીને તરછોડી દીધી હતી જેને લઈને યુવતીએ આ યુવાન વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં આ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે આ યુવાન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરી તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. જોકે આવી સતત ફરિયાદો આવતા પોલીસે આવી ઘટના રોકવા માટે ખાસ ધ્યાન આપવાની જરૂર છે.