સુરતઃ અત્યારના સમયમાં લીવઈન રિલેશનશીપમાં રહેવાનું યુવક અને યુવતીઓમાં ચલણ વધી રહ્યું છે. પરંતુ આવા સંબંધોનું પરિણામ ક્યારેક કરુણ પણ આવતું હોય એવા કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં પર્વત પાટિયા વિસ્તારમાં લગ્ન તૂટ્યા બાદ પરિવારની મરજી વિરુદ્ધ એક યુવાન સાથે છેલ્લા એક વર્ષથી લીવઇનમાં રહેતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટના વતની વતની અને હાલ પરવત પાટિયાગામમાં પટેલ ફળિયામાં રહતી મહિલા જ્યોતિના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા પરિવરે ઉત્તર પ્રદેશ ખાતે તિવારી નામના યુવાન સાથે કરાવ્યા હતા.
જોકે પહેલાં તો લગ્ન જીવન બરાબ ચાલ્યું પણ છેલ્લા કેટલાક સમયથી લગ્ન જીવન બરાબર ન ચાલતું હોવાને લઈને આ મહિલા પોતાના પતિને છોડી છૂટાછેડા લઈને સુરત ખાતે આવી ગઈ હતી.
જયોતિએ પરિવારની વિરુધ્ધ જઇ યુવક સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારથી જયોતિ સુરતમાં પરિવારથી અલગ રહેતી હતી. જયોતિ એક વર્ષ અગાઉ દિપક નામના યુવક સાથે પ્રેમસબંધ થઈ જતા તેઓ લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. જોકે, ગતરોજ કોઈ બાબતે આ યુવક સાથે માથાફૂટ થયા બાદ આ મહિલાએ પોતાના ઘરની છત સાથે સાડી વડે ગળે ફાસો ખાઈને આપઘા કરી લીધો હતો.
જોકે મહિલાના આ આપઘટને પાગલ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જોકે ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક પોલીસ બનાવ વાળી જગ્યા પર પહોંચીને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.