સુરત DRI દ્વારા LED ટીવીના ઓથા હેઠળ ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કૌભાંડ સંદર્ભે DRIએ એક વ્યક્તિની ધરપકડ કરી કરોડો રૂપિયાનો માલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
DRIને માહિતી મળી હતી કે LED ટીવીના સેટને ગેરકાયદે ઈમ્પોર્ટ કરવામાં આવે છે. DRIએ સર્ચ ઓપરેશન કરતા 2138 ટીવી સેટ મળી આવ્યા હતા. આ માલની કિંમત આશરે 2.50 કરોડનો માલ હોવાનું અનુમાન છે. આ ઉપરાંત DRI દ્વારા અન્ય એક સર્ચ ઓપરેશનમાં વધુ 4158 ટીવી સેટ મળી આવ્યા હતા. 3.54 કરોડ રૂપિયાનો માલ સ્પેર પાર્ટ્સના નામે માંગવામાં આવ્યો હતો.
વિગતો મુજબ LED ટીવી ઈમ્પોર્ટ કરનારા શખ્સે ડયુટી ચોરી કરવા માટે વિદેશમાંથી મૂળ કિંમત કરતાં ઓછી કિંતમ દર્શાવી હતી. અને સ્પેર પાર્ટસના નામે બધો ખેલ કરવામાં આવી રહ્યો હતો. DRIએ તપાસ કરવામાં આવચા અન્ડર વેલ્યુએશન કરીને ઈમ્પોર્ટ કરવાનું આખું કૌભાંડ ઝડપાઈ જવા પામ્યું છે. DRIએ કુલ 6 કરોડ રૂપિયાની કિંમતના LED ટીવીના સેટ કબ્જે કર્યા છે.