સુરત તા.૨૬ : જીએસટીના અમલ સામે વેપાર ઉદ્યોગમાં ભારે ધુંધવાટ વ્યાપી રહ્યો છે. આ ધુંધવાટને વાચા આપવા માટે સુરતમાં કાપડ બજારો રોષભેર સાથે શનિવારના રોજ એક દિવસ બંધ રાખેલ હતુ. જીએસટી હટાવો, કાપડ ઉદ્યોગને બચાવોના નારા સાથે શહેરોની કાપડા બજારો આજે સજ્જડ બંધ રહી હતી. જેની વચ્ચે આજે શહેરની માર્કેટમાં કેટલાક વેપારીઓ દ્વારા સ્ટેક કલીયરિંગ માટે દુકાનો ચાલુ રાખી હતી. હવે આવતી આજથી ત્રણ દિવસ માટે સુરત સહિત દેશ ભરની માર્કેટો બંધ રહેશે.
સૂરતમાં ટેકસટાઈલક્ષેત્રના યુનિયનોએ જીએસટી સંઘર્ષ સમિતિની રચના કરી આગામી દિવસોમાં જીએસટી વિરોધમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કાપડ વેપાર એક દિવસ માટે બંધના એલાન અંતર્ગત રોષભેર કાપડ માર્કેટ સજ્જડ બંધ રહી હતી. કાપડ માર્કટ તો માત્ર સૂરતમાંથી જ ૧૨૫ કરોડથી વધુનું ટર્ન ઓવર થંભી ગયું છે. કાર્યક્રમોમાં ટેકસટાઈલની સાથે એમ્બ્રોઈડરી ઉદ્યોગના લોકો પણ જોડાયા છે. જીએસટી બાદ હિસાબી ખર્ચ પાછળ લાખો રોકવા પડી શકે તેમ છે. છતાં ઇનપુટ ક્રેડિટ મળવાની નથી.
શનિવારના સુરત કાપડ માર્કેટ બંધનું એલાન ના પગલે અનેક વેપારીઓના ડિસ્પેચના કામકાજ અટકી ગયા હતા. મિલોમાંથી માલ પણ મગાવી શકયા ન હતા. વેપારીઓને ચિંતા છે કે સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે અને જીએસટી લાગુ પડી જશે તો તેઓ માલનો નિકાલ કરી શકશે નહીં. આથી જ એકાએક બંધના એલાન સામે કેટલાક વેપારીઓમાં નારાજગી પણ જોવા મળી છે. વેપારી સૂત્રોએ કહ્યું કે, સંદ્યર્ષ સમિતિ પાસે કોઈ પ્લાનિંગ નથી. આડેધડ નિર્ણયો લેવાય રહ્યા છે. સ્ટોક કિલયરન્સનો સમય આપવો જોઈતો હતો.