સુરતઃ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઓરિસ્સાના ગંજામ જિલ્લાનામાંથી ગાંજાનું નેટવર્ક ચલાવતા કુખ્યાત પાંડી બંધુ પૌકી સુનિલ પાડીને તેના ઘરેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હોવાનું ચોંકાવનારી માહિતી સાંપડી છે. ઉપરોક્ત ઘટનાનું ઓપરેશન અત્યંત ગ્રુપ રીતે ચલાવવામાં આવ્યું હતું અને છેલ્લા દસ વરસથી ગુજરાતમાં ગાંજાનું નેટવર્કને ઝડપી પાડવામાં હાલ સફળતા મળી છે.
માહિતી અનુસાર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ટ્રેન અને ટ્રાન્સપોર્ટ દ્વારા ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનું બેરોકટોક ધંધો ચાલતો હતો. છેલ્લા એક દાયકાથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સુરત અને એને આજુબાજુના વિસ્તારોમાં ગાંજાનું વેચાણ થતું હતું ઔધોગિક એકમની હિસાબે ગાંજાનો વેપલો ફૂલ જોશમાં હતો. સુરત પોલીસ કમિશ્નર તરીકે અજય તોમર એ ગાંજાનો નેટવર્કનેસ્તનાબૂદ કરવા માટે આદેશ જોઇન્ટ પોલીસ કિમિશનર ક્રાઈમના શરદ સિંઘલ ને આપ્યો હતો.
ગંજામના જિલ્લાના સચિના ગામનો રહેવાસી હોવાનું બહાર આવતા શહેર કાઈમ બ્રાન્ચ પોતાના બાતમીદાર દ્વારા પાંડી. બંધુઓના મોબાઇલ ફોનને સર્વેલન્સ પર મૂકી દીધા હતા જેના આધારે પોલીસને આજે મહત્વની સફળતા હાથ લાગી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અત્યંત ગુમ ઓપરેશન માં ઓરિસ્સા ખાતે મહત્વની સફળતાના ભાગરૂપે પાંડી બંધ પૌકી તેનો ભાઈ સુનિલને તેના ગામેથી ઝડપી પાડયો હતો કામ બ્રાન્ચની ટીમે સત્તાવાર રીતે ધરપકડ કરવાની હજુ બાકી છે.
તેનો કોવિડ ૧૯ ટેસ્ટ કરાવ્યા બાદજ ધરપકડ કરાશે તેઓ જોઈન્ટક્રાઇમ કમિશનરે સિંઘલે જણાવ્યું હતું તેની સત્તાવાર ધરપકડ કર્યા બાદ આ નેટવર્કમાં ગાંજા માં કોણ કોણ વ્યક્તિઓ સાથે છે અને આ નેટવર્ક કેવી રીતે ચલાવતા હતા તેની સંપૂર્ણ હકીકત મેળવવામાં પોલીસ લોખંડના ચણા ચવાઈ રહી છે અને હજુ સુરતમાં આવતો ગાંજો નો નેટવર્ક ને સંપૂર્ણપણે નાબૂદ થઈ શકશે એની પર એક સવાલ ઉભો થયો છે. આગામી દિવસમાં નેટવર્કમાં સુનિલ પાંડી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે વધુ પૂછપરછ હાથ ધરાય તેવી પણ શકયતા વર્તાઈ રહી છે.
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એમડી ડ્રગ્સ અને ગોજો મામલે સ્ટ્રોંગ ટિમ તૈયાર કરી આખું નેટવર્ક પૂર્ણ કરવા માટે કામગીરી હાથ ધરી હતી. જેમાં એમડી ડ્રગ્સના નેટવર્કનો ખાત્મો કર્યા બાદ આખરે હવે ગાંજાના નેટવર્કમાં પોલીસ કામે લાગી હતી. સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ અને ઓરિસ્સાથી ગુજરાત સહીત અન્ય રાજયોમાં ગંજના સપ્લાયનું મોટું નેટવર્ક ધરાવતા પાંડી બંધુઓ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ સુરત પોલીસ પાસે તેના કોઈ નામ, સરનામાં કે ફોટા નહીં હતા. તેમ છતાં પોલીસે આ પાંડી બંધુઓની માહિતી કાઢવાની કામગીરી શરુ કરી હતી અને આખરે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ઓરિસ્સાના ગંજામમાં બંને ભાઈઓ રહી ત્યાં જુથી જ આખું નેટવર્ક ચલાવે છે.
જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટિમ ગંજામ પહોંચી હતી અને કુખ્યાત સુનિલ પાંડીને પોલીસે દબોચી લીધો હતો. મોડીરાત્રે પોલીસે સુનીલને દબોચી લીધા બાદ તાત્કાલિક સુરત આવવા માટે ટિમ રવાના થઇ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં મોટું નેટવર્ક બહાર આવવાની સાથે સાથે સુરતના પણ કેટલાક મોટા માથાઓનાં નામો પણ ખુલવાની સંભાવના છે.