સુરતઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ જે પ્રકારે દારૂ પકડાય છે અને દારૂ પાર્ટીઓ ઝડપાય છે એના પરથી લાગે છે કે દારૂબંધ નામ માત્રની છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ આવતો પોલીસ પકડે છે. અને દારૂબંધીના કાયાદાના લીરેલીરા ઉડાવતા લોકોને પણ પોલીસ પકડતી હોય છે. ત્યારે સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ અલથાણ-પાંડેસરા ખાડી બ્રિજ નજીક કેશવ પાર્ટી પ્લોટ આવે છે. અહીંયા ગતરોજ એક શ્રીમંત કાર્યક્રમમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યાની જાણકારી પોલીસને મળી હતી. જોકે, ખટોદરા પોલીસે આ પાર્ટી પ્લોટમાં દરોડા પાડ્યા હતા અને અહીંયા દારૂની મહેફિલ માણતી 3 મહિલા સાથે 10 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસે આ પાર્ટી પ્લોટમાંથી શૈલેષ રમણ પટેલ , પ્રતીક અરવિંદ પટેલ , વિરલ અર્જુન પટેલ, જય ઝવેરભાઇ પટેલ, નીલ ધનસુખ પટેલ , પુકાર દોલત પટેલ અને પીન્કેશ અરવિંદ પટેલ અને ત્રણ મહિલા સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ પાર્ટી પ્લોટમાંથી બિયરના ત્રણ ખાલી અને ત્રણ ભરેલા ટીન, સ્કોચ વ્હીસ્કીની બે બોટલ પણ કબજે કરી હતી.