કતારગામમાં અંધશ્રધ્ધાની આડ હેઠળ એક આધેડ ઉંમરના વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર મામલો સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેમાં નવાઈની વાત તો એ છે કે આ વૃદ્ધ પિતાની હત્યા તેના જ ત્રણ પુત્રો દ્વારા જ કરવામાં આવી છે.
કતારગામના વિમાલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા 75 વર્ષના વૃદ્ધને વળગાળની બિમારી છે એમ માનીને અંધશ્રદ્ધાની આડમાં પરિવારજનોએ તેમનો વળગાળ દુર કરવા માટે એક ઘરે એક વિધી કરી હતી, જેમાં તેના ત્રણેય પુત્રએ તેમને કંકુવાળું પાણી પિવડાવીને તેમને ઉંધા સુવડાવી ઘરના તમામ સભ્યો વૃદ્ધની પીઠ પર કુદયા, જેને કારણે વૃદ્ધનું બરોડ અને ફેફસા ફાટી જવાથી તેમનું મોત નિપજ્યું છે.
કતારગામ પોલીસે હાલ હત્યાના કેસમાં વૃદ્ધના ત્રણ પુત્ર ,તેની પત્ની અને એક પુત્રવધુની ધરપકડ કરી છે. આ કેસ વિશે સમગ્ર માહિતી પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે