આપણે જોયું છે કે લોકો જમીન, મકાન વગેરેના દસ્તાવેજ બનાવે છે પણ સુરતમાં સોના-ચાંદીમાં બનેલા દસ્તાવેજની નોંધણી કરાવવાનો સૌ પ્રથમ કિસ્સો સામે આવી રહ્યો છે. સુરતના વેસુ ખાતે રહેતા અરુણ લાહોટી નામના વકીલ આવી રીતે સોના-ચાંદીના દસ્તાવેજની નોંધણી કરાવશે.
વિગતો મુજબ વકીલ અરુણ લોહાટી દ્વારા સુરતના નાનપુરા, બહુમાળી બિલ્ડીંગમાં દસ્તાવેજ નોંધણી અધિકારી સમક્ષ 1.81 લાખના સોના-ચાંદીમાં બનેલા દસ્તાવેજ કરવામાં આવશે. આમાં 2 કિલો 609 ગ્રામ ચાંદી અને 10 ગ્રામ 24 કેરેટ સોનું છે.
અરુણ લોહાટી કહે છે કે આ દસ્તાવેજ બનાવવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો છે. ઉપરાંત 200 અમેરિકન ડાયમંડ પણ લગાવવામાં આવ્યા છે. દસ્તાવેજમાં કલરફૂલ આર્ટીફિશીયલ ડાયમંડનો ચમકારો પણ જોવા મળે છે. દસ્તાવેજમાં 200 નંગ અમેરિકન ડાયમંડના લગાવવામાં આવ્યા છે.
દસ્તાવેજ બનાવમાં 4 મહિના લાગ્યા,ઉપરાંત 200 અમેરિકન ડાયમંડ પણ લગાવામાં આવ્યા છે. અંદાજે 1135 શબ્દોનો આ દસ્તાવેજ તૈયાર કરાયો છે.
અરુણ લોહાટી પાછલા 16 વર્ષથી વકીલાત કરે છે. તેઓ બધી જ ભાષા જે ભાષામાંથી નીકળે છે તેવી ભારતીય ભાષા સંસ્કૃતમાં 2-3-2010માં પહેલી વાર સંસ્કૃતમાં દસ્તાવેજ તૈયાર કર્યો હતો.
કહે છે કે સમગ્ર ભારત દેશમાં સૌ પ્રથમ વાર સંસ્કૃતમાં દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અરુણ લોહાટીએ 23-3-2010માં સંપૂર્ણ ગુજરાતીમાં દસ્તાવેજ તૈયાર કર્યો હતો. આ દસ્તાવેજમાં શબ્દે-શબ્દ ગુજરાતીનો જ હતો. 25-1-2017માં તાડપત્ર ખુદાઈ(Palm Leaf Manuscript)માં વિશ્વમાં સૌ પ્રથમ વાર અરુણ લોહાટીએ દસ્તાવેજ બનાવ્યા હતા. હવે તેમણે સોના-ચાંદીમાં દસ્તાવેજ બનાવ્યો છે.