સુરત ખાતે આવેલી સ્મીમેર હોસ્પિટલમાં બનેલા રેગિંગના મામલામાં પાંચ રેસિડેન્ડ ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ રેગિંગની ફરિયાદ હોસ્પિટલના ડીનને કરી હતી જેમણે આ મામલો એન્ટી રેગિંગ કંપનીને સોપ્યો હતો. ત્યારબાદ રેસિડેન્ટ ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડો. મિતેશ, ડો. અંકિત. ડો. શાલીન સહિત પાંચ રેસિન્ડેટ ડોક્ટરો સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી હતી. આ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડો. રાજનને બે ટર્મ માટે અને ડો. અંકિતને એક ટર્મ માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે અન્ય ત્રણને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઓર્થોપેડિકના બે ડોક્ટરોએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. હોસ્પિટલના 6 રેસીડન્ટ ડોક્ટરો દ્વારા ઓર્થોપેડિકના બે ડોક્ટરોનું કથિત રેગિંગ કર્યું હોવાની ઘટના બની છે. ઓર્થો વિભાગના બે ડોક્ટરોએ આ અંગે હોસ્પિટલના ડીનને ફરિયાદ કરી હતી. જોકે, હોસ્પિટલના ડીને આ ઘટનાની ફરિયાદને ગંભીરતાથી લઇને સમગ્ર મામલાનો એન્ટી રેગિંગ કંપનીને સોંપી હતી.