સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જમરુખ ગલીમાં અઠવા પોલીસના ત્રણ કોન્સટેબલ દ્વાર ડીજેમાં ડાન્સ કરી રહેલા લોકો પર લાઠીઓનો વરસાદ વરસાવવામાં આવતા પોલીસ સામે ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે. નાનપુરામાં લગ્ન પ્રસંગ હોવાથી ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિગતો મુજબ સુરતના અઠવાલાઈન્સ પોલીસ મથકના રિંકુ સહિતના ત્રણ કોન્સટેબલો સામે નાનપુરાના રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ઈજાગ્રસ્ત પૈકી એકનું કહેવું છે કે રાત્રે દોઢ વાગ્યાની અાજુબાજુ લગ્ન હોવાથી ડીજે વાગી રહ્યું હતું તેવામાં અઠવા પોલીસ સ્ટેશનના ત્રણ કોન્સટેબલ આવી પહોંચ્યા હતા. કોન્સટેબલોએ આવીને ડાન્સ કરી રહેલા લોકો પર દંડાવાળી કરી હતી અને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. રિંકુ અને અન્ય બે પોલીસવાળા હોવાનું ઈજા પામેલી વ્યક્તિએ જણાવ્યું હતું.
નજરે જોનાર વ્યક્તિનું કહેવું છે કે હું મારા ઘરે હતો અને ઘરના માળ પરથી જોયું તો ત્રણ પોલીસવાળા લોકોને માર મારી રહ્યા હતા. રિંકુ પોલીસવાળો હોવાનું તેમણે પણ જણાવ્યું હતું.
પોલીસનો ભોગ બનેલા લોકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને તમામને સારવાર આપવામાં આવી હતી. પોલીસવાળા વિરુદ્વ ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભોગ બનેલા લોકોને પોલીસે હાથ, પેટ, પીઠ અને પગમાં એટલો બધો માર માર્યો છે કે અડધા ઈંચ જેવા મારના નિશાન પડી ગયા છે.