સુરતના વરાછા વિસ્તારમાં આજ રોજ સુરત મહાનગર પાલિકા દ્વારા લંબે હનુમાન રોડ પર આવેલા મંદિરને તોડી નાખવાની નોટીસ આપતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. લોકોએ રસ્તા પર ભીડ એકઠી કરી રસ્તો બંધ કરી દીધો હતો.
વરાછા વિસ્તારમાં લંબે હનુંમાન પર આવેલું તાડ દેવી માતાનું મંદીર 1948 થી આ રસ્તા પર સ્થિત છે. જે રસ્તા પર એકદમ મધ્યમાં આવેલું છે. ટ્રસ્ટ દ્વારા મંદીરનું રજીસ્ટ્રેશન હોવા છતા મહાનગર પાલિકા દ્વારા સાત દિવસમાં તેને તોડી નાખવાની નોટીસ ફટકારતા સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો અને તેમણે રસ્તા પર ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કર્યું હતું.