સુરત ખાતે આવેલી સચીન જીઆઈડીસીમા સંગમ મીલના માલિકો દ્વાર કારીગરને પગારના બોઈલરમાં નાંખી દેવાની ધમકી આપ્યા બાદ કારીગરે આજે ટ્રેન નીચે પડતું મૂકી આત્યાંતિક પગલું ભર્યું હતું. કારીગરના આપઘાતના કારણે મીલ માલિકો સામે કારીગરોમાં રોષ વ્યાપી ગયો છે.
વિગતો મુજબ મોહંમદ શરીફ નામનો યુવાન સચીન ખાતે આવેલી સંગમ મીલમાં નોકરી કરતો હતો. બે મહિનાથી તેને પગાર આપવામાં આવ્યો ન હતો. પગાર આપવામાં નહીં આવતા તેણે મીલના સંચાલકો અને કોન્ટ્રાક્ટર પાસે પગારના રૂપિયાની ઉઘરાણી કરી હતી.
આપઘાત કરતાં પહેલા શરીફે સ્યુસાઈડ નોટ લખી હતી. સ્યુસાઈડ નોટમાં મીલ માલિકો સામે તેણે પગાર મામલે કરવામાં આવેલા ઉધામા અને ધાક ધમકીનો ઉલ્લેખ કર્યો છે. યુવાને સ્યુસાઈડ નોટમાં યુવાને લખ્યું છે કે પગારની માંગણી કરવામાં આવતા સંગમ મીલના સંચાલકોએ તેને બોઈલરમાં નાંખી દેવામી ધમકી આપી હતી.
પગાર નહીં મળવાના કારણે આર્થિક તંગીથી કંટાળેલા શરીફે સચીન બ્રિજ પરથી છલાંગ લગાવી ધસધમસતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ સંગમ મીલ પર જઈ હલ્લો બોલાવ્યો હતો અને વળતરની માંગ કરી હતી. સંગમ મીલ પર પરિવારજનોએ મીલ માલિકો સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી કાર્યવાહી શરૂ કરી છે.