પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા ને સુરત માં રાજદ્રોહ ના ગુનામાં જમીન મળ્યા બાદ અમરોલી માં 307 ના ગુણ માં પણ કોર્ટે જમીન આપ્યા હતા. અલ્પેશ ને જામીન મળતા પાસ કન્વીનર હાર્દિક પટેલ લાજપોર જેલ ખાતે અલ્પેશને મળવા પહોંચ્યો હતો.

જોકે ત્યાં અલ્પેશ સાથે મુલાકાત નહીં થતા હાર્દિક અલ્પેશ ના પરિવારજનોના મળવા તેના ઘરે ગયી હતો.અલ્પેશ ના પરિવારજનો એ હાર્દિક નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અલ્પેશ ની માતા એ હાર્દિક ને જમાડયો હતો. અલ્પેશ ને જમીન બાદ હવે પાસ ની અનામતની લડાઈ કઈ દિશામાં જાય છે તેના પર સૌની મિત મંડાયેલી છે. હાર્દિકે મીડિયા સામે રૂપાણી સરકાર ની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે ટુક સમયમાં જ રૂપાણી સરકાર ને ઘરે બેસાડી દેવામાં આવશે. પેપર લીક કાંડ અટકાવી શકે તેવી સરકાર ની આશા હાર્દિકે જણાવી હતી.