સુરતના વરાછા લંબે હનુમાન રોડ ખાતે લક્ષ્મીનગર સોસાયટીમાં પોતાના મકાનની અગાસીમાં ઊભા રહી લગ્નનો વરઘોડો જોતી રત્નકલાકાર દેવરાજભાઈ બડગુજરના પત્નીને માથાના ભાગે ઈજા થતા તેઓ ઢળી પડ્યા હતા.

લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડતા તેનાથી થયેલી ઈજાને લીધે મહિલા મોતને ભેટી હોવાનું શરૂઆતમાં લાગ્યું હતું પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમજ પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે વરઘોડામાં ફટાકડા ફોડવા સાથે કોઈ કે હથિયારથી કરેલા ફાયરિંગમાં નીકળેલી ગોળી તેમના ડાબા ગાલમાં વાગતા થયેલી ઈજાને લીધે મોત નીપજયું હતું. આ અંગે વરાછા પોલીસે રત્નકલાકારની ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.