સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા ભરીમાતાના ડોર ટૂ ડોર ગાર્બેજનાં ટ્રાન્સપોર્ટેશન સેન્ટર પર કચરાને બારોબાર સગેવગે કે વેચી નાંખવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ વરાછા ઝોનમાં પણ કચરાના ઓથા હેઠળ મોટા કૌભાંડે આકાર લઈ લીધું છે. વરાછા ઝોનમાં પણ કચરાને નિયમોની વિરુદ્વ બેરોકટોક બારોબાર વેચી મારવામાં આવી રહ્યું હોવાનું બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો છ.
સુરત કોંગ્રેસ માઈનોરીટા ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલા અને તેમની ટીમે વરાછા ઝોનના ડોર ટૂ ડોર ગાર્બેજ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સામે અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન સેન્ટરમાં કોર્પોરેશનની કચરાની ગાડીને એન્ટ્રી આપવામાં આવતી નથી. પાલિકાની ગાડીઓને કચરા ખાલવવા માટે ટ્રાન્સપોર્ટેશન સેન્ટરના બદલે કોન્ટ્રાક્ટરની પાસે મોકલી આપવામાં આવે છે. કોર્પોરેશનની ગાડીઓને ટ્રાન્સપોર્ટેશન સેન્ટરમાં એન્ટ્રી નહીં કરવા દેવા પાછળ કોન્ટ્રાક્ટરનો બદઈરાદો છતો થઈ રહ્યો છે.
અલગ-અલગ પ્રકારના કચરાને જુદો કરી તેનું રિસાયકલીંગ કરવાનો ઈજારો આપવામાં આવ્યો છે પરંતુ રિસાયકલીંગ કરવાના બદલે કચરાને છૂટો કરીને સીધો વેચી નાંખવામાં આવે છે. કચરામાંથી સોનું નીકળે છે તેમ કોન્ટ્રાક્ટર ઈકો વિઝન પણ હવે કચરાનો વેપલો કરીને લાખો રૂપિયાનું આર્થિક નુકશાન કોર્પોરેશનને કરી રહ્યો છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિદારી ઉદય નાયકને આ અંગે પણ ફરીયાદ કરવામાં આવતા તેમણે એવી ભાષામાં વાત કરી હતી કે કોઈનું પણ માથું શરમથી ઝુકી જાય તેમ છે. ઉદય નાયકે આજદિન સુધી સીધી રીતે કોન્ટ્રાક્ટરની ફેવર કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોઈ તપાસ કરવી નથી કે કરાવવી નથી. ઉદય નાયકના રવૈયા અંગે મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનને પણ ફરીયાદ કરવામાં આવી હતી.
વરાછા ઝોનમાં ચાલી રહેલા ડોર ટૂ ડોર ગાર્બેજના કૌભાંડ અંગે સોલિવ વેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી ઉદય નાયક અને સની નામની વ્યક્તિ અંગે હવે મ્યુનિસિપલ કમિશનર પોતે તપાસ કરાવશે તો અનેક પ્રકારના ભોપાળા બહાર આવવાની શક્યતા રહેલી છે.