સુરતઃ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભવ્ય જીત મેળવી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં સુરત શહેરમાં સૌથી વધારે ઉમેદવારો જીત્યા છે. આમ આમ આદમી પાર્ટીને આગામી ચૂંટણીમાં બેઠકો મળવાની વધુ આશા બંધાઈ છે. જેને વધારે મજબૂત કરવા માટે દિલ્હીના આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતના મહેમાન બન્યા છે. આજે સવારે અરવિંદ કેજરીવાલ સુરત એરપોર્ટ ઉપર આવી પહોચ્યા હતા. કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
અરવિંદ કેજરીવાલના કાર્યક્રમોની વાત કરીએ તો બપોરે સર્કિટ હાઉસ ખાતે આપના કાર્યકરો અને આગેવાનો સાથે પણ તેઓ મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે ત્રણ વાગે રોડ-શોમાં ભાગ લેશે. વરાછા માનગઢ ચોક થી રોડ-શો શરૂ થશે.
તેમજ યોગી ચોક, પુણા , કારગીલ ચોક અને સરથાણા વિસ્તારમાં રોડ શો યોજાશે. ત્યારબાદ સાંજે રોડ-શો બાદ સરથાણામાં અરવિંદ કેજરીવાલ જાહેર સભાને યોજાશે. સાંજે 7:00 વાગ્યે સુરત એરપોર્યથી દિલ્લી જવા રવાના થશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે 81 ન.પા, 31 જિલ્લા પંચાયત, 231 તા.પંચાયતની ચૂંટણી છે.
આજે સાંજે 5 વાગ્યાથી રાજકીય પક્ષો પ્રચાર-પ્રસાર બંધ કરશે. આચારસંહિતાને પગલે સાંજે 5 વાગ્યા બાદ જોરશોર વાળા પ્રચાર બંધ થઈ જશે. ઉમેદવારો સાંજ બાદ માત્ર ડોર ટૂ ડોર પ્રચાર જ કરી શકશે. 28 ફેબ્રુઆરીએ સવારે 7 ચૂંટણી મતદાન વાગ્યે થશે.