સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં ગત સોમાવારે સાંજે 6-30 વાગે ભિષણ આગ ફાટી નિકળી હતી. જેમાં એક 7 વર્ષના બાળક મંથન જાદવ અને શિક્ષિકાનું મોત થયું હતું. પોલીસે સોમવારે ટ્યુશન સંચાલકો સામે સદોષ માનવ વધનો ગુનો દાખલ કર્યો હતો.
વિગતો મુજબ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં લાગેલી આગ બાદ પોલીસ અને સુરત મહાનગર પાલિકાનુ તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્રીજા માળે ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસમાં શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નીકળી હતી. આગ લાગતા અનેક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા તેમને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. 10 બાળકોને બહાર કાઢનારા શિક્ષિકા પ્રીતીબેન પોતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા પણ ગઈ કાલે રાત્રે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ટ્યુશન સંચાલકો વિરુદ્વ સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો દાખલ થયા બાદ પોલીસે કોચીંગ ક્લાસીસના સંચાલકો વિવેક મિશ્રા અને પ્રભાતસિંહની આજે ધરપકડ કરી હતી.
આ ઉપરાંત સુરત મહાનગર પાલિકાએ આગમ આર્કેડના ત્રીજા માળને સીલ મારી દીધું છે. આગમ આર્કેડના બિલ્ડરો પણ વરુણીમાં આવી શકે છે. કારણ કે ફાયર સેફટી અને ઈમરજન્સી એકઝિટ જોવા મળતી નથી.