Surat: સુરતમા બોગસ ડોક્ટરોએ શરૂ કરી હોસ્પિટલ
Surat: રાજ્યમાં નકલીની બોલબાલા ચાલી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં હવે સુરત પણ બાકાત રહ્યું નથી. સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે ઝોલા છાપ ડોક્ટરોનું કારસ્તાન સામે આવ્યું છે. આ બોગસ ડોક્ટરોને જાણ તંત્રનો કોઈ ડર કે ધાક ન રહ્યો હોય તે રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ જ શરૂ કરી દીધી છે.ઝોલા છાપ તબીબોએ પાડેસરમાં ભેગા મળી હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી. જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું.
Surat: જેમાં ૨૪ કલાક ઈમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું. સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું. દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે.
આ હોસ્પિટલ શરૂ કરનારમાં બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજા સામે દારૂની ફેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો. પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દૂબે સામે ફરિયાદ નોંધી હતી.
બોગસ ડો. જી. પી. મિશ્રા સામે તો વર્ષ ૨૦૨૨ માં દારૂની ફેરાફેરીનો કેસ નોંધાયો હતો.