સુરત શહેરમાં ગેરકાયદે બાંધકામને લઈ કેવા પ્રકારના તોડબાજીના ખેલ થાય છે તેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો અમારી પાસે આવ્યો છે. આ ઓડિયોમાં બિલ્ડર અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચેની વાતચીત રેકોર્ડ થયેલી છે. બિલ્ડરના બાંધકામ વિરુદ્વ અરજી કરી વચેટીયા તરીકે કોંગ્રેસના કોર્પોરેટર ભૂંડી ભૂમિકા ભજવતા હોવાની હકીકત ઉજાગર થઈ રહી છે.
ઓડિયો સાંભળતા એવું લાગે છે કે કોંગ્રેસના કોર્પોરેટરને બિલ્ડર કરતાં અરજી કરનારની વધારે લાગે છે. આ આંખ ઉધાડનારી બાબત સુરતમાં ગેરકાયદે બાંધકામમાં થઈ રહેલા બ્લેક મેઈલીંગ પરથી સીધે સીધો પરદો ઉંચકી રહી છે. સાંભળો ઓડિયોની કેટલીક વાતોના અંશો….
હલો……(મૈં)બોલતા હું ભાઈ…
અબ ક્યા કરતા હૈ દિવાલવાલી મેટરમે, વો મેટર મે ક્યા કરતા હૈ.
અરે ભાઈ, આપ કે ઉપર છોડ દીયા થા ઉસ દિન તોઆપ કો બોલ દીયા થા, મેરી મજબૂરી હૈ..
અરે પન તું રકમ બોલ ને બૈઠ કે નક્કી કર લેને, ફિનીશ હુએ મામલા, ક્યા લેના-દેના હૈ
ભાઈ મૈંને આપ કો બોલ દીયા, મૈને દેખો મેરી હેસિયત કે મુતાબિક બોલ દીયા,
તું મેરી બાત સુન, વો ચાર લાખ બોલતા હૈ, તુઝે ક્યા કરને કા હૈ, તુ બોલ, જમે તો ઠીક ઔર ન જમે તો ભી ઠીક
મૈં ક્યા બોલતા હું..ભાઈ આપ કો જૈસા મુનાસીબ લગેને વૈસા આપ કર લો..
મેરી બાત સુન લે, વો ચાર લાખ બોલતે હૈં, મેરે કો આ કે બોલા ભાઈ ઈતના કમ કર લો..વો ચાર લાખ બોલે ઔર તુ લાખ બોલે તો મેરે ક્યા કરને કા..
ભાઈ, આપ મેરી બાત સુનો, ઉસ કો યે બોલો કે સામનેવાલેને 50 હઝાર રૂપિયા બોલા હૈ, બરાબર હૈ, આપ અપને હિસાબ સે ઉસ સે બાતચીત કરો…
મેરી બાત સુન, એક તો વો આદમી હૈ ને, એક દમ અડીયલ હૈ. સમઝ લે, તેરે કો મૈં ચોખ્ખી બાત કરતા હું..તેરે કો જો સમઝના હૈ વો, સમઝ..
ભાઈ, મૈં આપ કો મેરે દિલ કી ભાવના બોલ દું, (વચ્ચે-વચ્ચે હા,હું ના અવાજ) ભાઈ, મૈંને યે ધારા થા કે ભાઈ કો ઉસ ને બીચ મેં ડાલા,બરાબર હૈ, બજારમેં, માર્કેટમાં કભી ભી તુમને અપના દિલ નહીં તોડા,ઔર ભાઈ તુમને બોલા કામ રોકો, તો મૈંનેં કામ રોક દીયા, સામાન ભી ઉઠા લીયા, ઉસ કે કહેને સે કામ નહી રોકા અને ઉસે કે કહેને સે સામાન નહીં હટાયૉ. આપ કે કહેને સે એક ભી સામાન નહી રખ્ખા.તુમ્હારે કહેને સે પુરા સામાન હટા દીયા. મૈને મેરી દિલી ભાવના, મેરી નિયત મેં ક્યા કરા કે ભાઈ અગર યે મેટર કો પતાતે હૈં તો ભાઈકા ભી વ્યવહાર રખ્ખુંગા.
મેરી એક બાત સુન લે, મુઝે ઈસ મે કોઈ રસ નહી હૈં, તુમ દોનો મેરે અપને હૈ, વો આદમી કૈસા અડીયલ હૈ. મુઝે ભી ઉસ કે સાથ પહેલી બાર પાલા પડા, પહેલી બાર ઓફિસ પર આયે..
આપ કો રસ નહી મગર મેરે કો આપ મેં રસ હૈ, રાજસ્થાનીકી દો દુકાન દીલાઈ, મિલેનિયમ કે અંદર, આપ કી ઈમેજ કિતની જબરજસ્ત હૈ.
વો સબ બરાબર હૈ, યે સબ ધર્મ સંકટ હૈ, વો ચાર લાખ બોલતે હૈ ઔર તુ લાખ બોલતા હૈ, પચાસ હઝાર-લાખ હોવે તો મૈં બીચ બોલું, યે તીન લાખ કે બીચ મેં કહાં આઉં..બાત વો હૈ..
ભાઈ, જૈસા આપ કો અચ્છા લગેને વૈસા કરો
તીન લાખ તક તેરે સે દેવાવે તો મૈં બોલું, વો તો એકદમ અડીયલ આદમી હૈ..
દેખો ભાઈ, મેરી ઈતની હેસિયત નહીં હૈ, વો બોલતા હૈ, દો લાખ કે તીન લાખ તો અપની ઈતની કેપસિટી નહીં હૈ. ઉસ કો બોલો કે યે તુ લે લે, ઔર મેરે કો જો દેના હૈ વો દે-દે.
પહેલી મેરી બાત સુન. તીન દિન પહેલે ઉસકા ફોન આયા, બોલે કે જો દિવાલ બનાઈ હૈ વો તોડ દે, કીસી કા તોડના મેરે સ્વભાવ મેં નહીં હૈ…
ત્યાર પછી વાતચીત આગળ વધે છે. જે માણસ ભોગ બન્યો છે તે કહે છે કે મારી આર્થિક સ્થિતિ ખરાબ છે. માર્કેટોમાં કામ બંધ થઈ ગયું છે, નાનાભાઈ લોટ દળવાની ઘંટી ચલાવે છે. છતાં પણ કોંગી કોર્પોરેટર જે માણસે બિલ્ડર વિરુદ્વ અરજી કરી છે તેનું ઉપરાણું લે છે અને સતત અરજી કરનારની જ ફેવર કરે છે. અંતે કોંગી કોર્પોરેટર એવું કહે છે કે પચાસ હજારની વાત હોય તો મારી પાસે આવતો નહી, બે-ત્રણ લાખ રૂપિયા આપવાના હોય તો જ વાત કરજે.