જગતભરમાં મશહુર સુરતનો હીરા ઉદ્યોગ હાલના દિવસોમાં કપરી સ્થિતિમાં મકાઈ ગયો છે. લગભગ 1 લાખ કરોડની ડાયમંડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયલા કારીગરોના માથે બેરોજગારીની તલવાર લટકી રહી છે. હાલના દિવસોમાં જ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને બેરોજગાર થઈ ગયેલા 8 જેટલા કારીગરો આપધાત કરી ચુક્યા છે.
હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા દિનેશના દિવાળી પછી લગ્ન હતા અને તેનો પગાર બે મહિના પહેલા અડધો થઈ ગયો હતો. બોસે તેને બીજી નોકરી શોધી લેવા કહ્યું. દિનેશ માથે આભ તુટી પડ્યું અને તેણે કારખાનામાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.
હીરા ઉદ્યોગ સંકળાયેલા દિનેશ જેવા ઘણા કારીગરો મોતને ઘાટ ઉતરી રહ્યા છે. હાલમાં જ 15 દિવસમાં 8 લોકોએ આપઘાત કર્યા છે, તેમાંથી મોટા ભાગના 25-45 વર્ષની આયુના હતા. આ આંકડો હજી વધે તો તેમાં કોઈ નવાઈ નથી.