સુરતના 108 તંત્રને શરમાવે એવી એક ઘટના બની છે. રીંગરોડ નજીક સહારા દરવાજા પાસે સાંજના લગભગ 10:30 આસપાસ એક આકસ્માત થયો હતો. જેમાં સ્પેલન્ડર પર સવાર બે યુવકોની બાઈક સ્લીપ થઈ જતા તેઓ ખુબ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.
આકસ્માત થયાને તરત જ 108 ને વારંવાર ફોન લગાવવા છતા અંદાજીત 45 થી 50 મિનિટ સુધી એક પણ 108 તેમની મદદે પહોંચી નહોતી. 108 ની સુવિધા પ્રમાણે તે ફક્ત 15 મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી જાય છે. આકસ્માતના સ્થળેથી સ્મીમેર હોસ્પિટલ માત્ર 100 મીટરના અંતરે જ હતી. દિવાળીના સમયમાં સુરત શહેર સુમસામ છે ત્યારે કોઈ પણ પ્રકારના ટ્રાફિકની સમસ્યા ન હોવા છતા લગભગ 50 મિનિટ સુધી રાહ જોયા બાદ એક 108 ઘટના સ્થળે પહોંચી પણ તેમાં એક પણ ડોક્ટર કે નર્સ હતા નહીં જે ઘાયલોની મદદ કરી શકે. રાહદારીઓ દ્વારા આ બંને ઘાયલ યુવકોને 108 માં સુવડાવવામાં આવ્યા અને સ્મીમેરમાં પહોંચાડવામાં આવ્યા.