ઉત્સાહ અને રંગો સાથે દિવાળીનો તહેવાર પુરો થઈ ગયો, જો કે આ વખતે માર્કેટ ઠંડુ હોવાથી હજુ શહેરના વેપાર ધંધાની રોનક ફરી પાછી પાટે ચઢવામાં સમય લાગે તેવું દેખાય રહ્યું છે. શહેરના કાપડ અને હીરા ઉદ્યોગમાં વેકેશન જેવા હાલ છે. કમસેકમ લાભપાંચમ સુધી તો બંને ઉદ્યોગોમાં વેપાર સાવ બંધ રહેશે. એટલે, ત્યારબાદ થોડુ ઘણું પણ કામકાજ થાય તેવી શક્યતા જોવાય છે. વેપાર-ઉદ્યોગની ખસ્તા હાલતને લીધે ફરી વેપારમાં ગતિ આવતા હજુ પખવાડિયુ લાગે એવું લાગી રહ્યું છે. આવી હાલત વચ્ચે શનિવારે શહેરમાં રિંગરોડ અને ઉમરવાડા જેવા કાપડમાર્કેટ ધરાવતા વિસ્તારોમાં રસ્તાઓ અને કાપડ માર્કેટ્સ પણ સૂમસામ ભાસતા જોવા મળતી હતી. રસ્તાઓ ઉપર જાણે જનતા કરફ્યુનો અમલ થઈ રહ્યો હોય તેવું જોવાતું હતું.
લાભપાંચમના દિવસે વેપારીઓ મુરત તો કરશે પણ ધંઘો શરૂ થથા હજી પંદર દિવસ નીકળી જશે એવું લાગી રહ્યું છે. સુરત શહેરમાંથી હાલ વેપારીઓ અને કારીગરોએ વતનની દોટ મુકી છે. શહેરોના રસ્તા પર જામએ કર્ફ્યુ લાગ્યો હોય એવો માહોલ સર્જાયો છે.