ધીમે ધીમે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીની લહેર પ્રસરી રહી છે. હવે ઠંડીનો અહેસાસ થવા લાગે છે. દિવસનું મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ નોંધાઇ રહ્યું છે. જોકે, આગામી એક બે દિવસમાં સુરત શહેરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટડો થવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
મળતા આંકડા પ્રમાણે સુરતમાં બુધવારે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ભેજનું પ્રમાણે 49 ટકા અને પવન નોર્થ વેસ્ટ દિશાનો પ્રતિ કલાક પાંચ કિલોમીટરની ઝડપના નોંધાયા હતા. નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે. પરંતુ શહેરમાં ઠંડીની મોસમ હજી પણ જામતી નથી. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાઇ છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી બે ત્રણ દિવસમાં મહત્ત તાપમાન બે ડિગ્રી સુધી ઘટી શકે છે. મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં જ ઠંડીનું જોર વધશે