સુરતનાં ગોપીપુરા વિસ્તારમાં દેરાસર નજીક આવેલા ઉપાશ્રયમાં નવા વર્ષની રાત્રે સાધ્વી મહારાજની છેડતીની ઘટના સામે આવી હતી, જેન કારણે જૈન સમાજ સહિત સમગ્ર સુરતમાં લોકોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે.
ગોપીપુરા વિસ્તારમાં ૨૫ જેટલા જૈન સાધ્વી મહારાજનાં ઉપાશ્રય આવ્યાં છે. નવા વર્ષની મોડી રાત્રીના ગોપીપુરામાં આગમ દેરાસર નજીક આવેલા ઉપાશ્રયમાં અત્યંત ગંભીર ઘટના બની હતી. રાત્રે બારેક વાગ્યાનાં અરસામાં એક અજાણ્યો યુવાન ઉપાશ્રયના બીજા માળે ઘૂસ્યો હતો. આ યુવાન ઉપાશ્રયમાં સૂતેલા સાધ્વી મહારાજનાં કપડા ખેંચવા માંડયો હતો. જેને લીધે સાધ્વી મહારાજ જાગી જતા બુમાબુમ કરી મૂકી હતી. બીજી બાજુ અજાણ્યો યુવાન ભાગી છૂટયો હતો. આ ઘટનાને પગલે અહીં નિવાસ કરતા સાધ્વી મહારાજમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે. આ ઘટનાની જાણી પોલીસ વિભાગમાં કરવામાં આવી હતી.
જૈન સમાજના લોકોની ફરિયાદ બાદ સ્થળની મુલાકાત લીધી હતી. પરંતુ પ્રાથમિક તપાસમાં કાંઈ જણાયું નથી. તેમ છતાં પોલીસ તપાસ ચાલી રહી છે. તપાસમાં કાંઈ નીકળશે તો ફરિયાદ લેવામાં આવશે