સુરતના રહેવાસી પરિવારની એક દીકરી પુજા શાહ સંસારની મોહમાયા છોડીને સંન્યાસ લેવા જઈ રહી છે. સુરતની પુજા શાહ નેશનલ લેવલની જીમનાસ્ટ ચેમ્પિયન છે. છે. તેને અનેક એવોર્ડ મેળવ્યા છે. પુજા હાલ માસ્ટર્સ ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, જે આગામી 14મી ફેબ્રુઆરીના રોજ દીક્ષા લેવાની છે.
આ અંગે પુજા શાહે જણાવ્યું હતું કે, મને સંયમ માર્ગ જ સાચો લાગે છે. મારા ગુરુજનોએ મને સંસારથી સંયમના માર્ગમાં શું છે તેના વિશે સાચું માર્ગદર્શન આપ્યું છે. હું છેલ્લા 22 વર્ષથી સંસારના માર્ગે હતી, પરંતુ મને સંસાર કરતા સંયમનો માર્ગ વધારે સારો લાગ્યો અને તેમાં મને શ્રદ્ધા છે. આ માર્ગ પ્રભુએ બતાવેલો માર્ગ છે. હું આ માર્ગ પર મારા આત્માનું કલ્પાણ કરી શકીશ. અન્ય કોઇ માર્ગમાં મને મારા આત્માનું કલ્યાણ દેખાતું નથી.