સુરતની પ્રખ્યાત હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકિયાએ દિવાળીમાં પોતાના કર્મચારીઓને 600 કાર બોનસ તરીકે આપવાના સમાચારથી ચારે તરફ તેમની વાહવાઈ થી રહી છે. આ ઘટનાનું મહત્વ ત્યારે વધ્યું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ કરીને કર્મચારીઓને ગાડીની ચાવી આપી હતી. આ ઘટના અંગે સંત મોરારી બાપુ, રમેશ ઓઝાએ પણ અભિનંદન પાઠવ્યા હતા. પણ સવજીભાઈની આ બોનસ ઓફર ધમાકા પાછળનું રહસ્ય કંઈક બીજું જ છે.
સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે કંપનીના કર્મચારીઓને કોસ્ટ ટુ કંપનીના નિયમ હેઠળ પગાર આપવામાં આવે છે, એટલે કે તેમનો વાર્ષિક પગાર નક્કી જ હોય છે. , જેમાં બોનસની રકમ પણ આવી જાય છે, તે મહિને આપવામાં આવતા પગારમાંથી કાપી લેવામાં આવે છે. સવજીભાઈ કહે છે કે બોનસમાં કાર આપવામાં આવે છે આ વાત ખોટી છે. આ બોનસની રકમને કારના ડાઉન પેમેન્ટ તરીકે આપવામાં આવે છે.
આ તમામ કારણે કર્મચારીઓના નામને બદલે હરેકૃષ્ણ નામ પર ખરીદવામાં આવે છે, જેમાં ડાઉન પેમેન્ટ કર્મચારીઓનું પણ કાર કંપનીની કહેવાય છે. આ ઉપરાંત કાર લેનારે પાંચ વર્ષનો કંપનીમાં કામ કરવાનો બોન્ડ પણ સાઈન કરવો પડે છે.જો કંપની ખરેખર બોનસમાં કાર આપતી હોય તો બોન્ડની કોઈ જરૂર જ નથી. આમ કારનું ડાઉન પેમેન્ટ અને અડધી કિંમત કર્મચારી પોતે જ ભરી રહ્યો છે. જેમાં કાર કંપનીના નામે હોવાથી તેનો જીએસટી ભરવાની ક્રેડિટ પણ કંપનીને મળશે. આ ઉપરાંત એક સાથે 600 કાર ખરીદી હોવાથી કારની કિંમત પણ ઘટાડવામાં આવી છે, જેનો લાભ કર્મચારીઓને આપવામાં આવતો નથી. આ કાર પાંચ વર્ષ સુધી કંપનીના નામે હોવાથી ઈન્ક્મટેક્સના ઘસારાનો લાભ પણ કંપનીને મળે છે. મહત્વની વાત એ છે કે કાર લોનના હપ્તા પણ કર્મચારીના પગારમાંથી જ કાપવામાં આવશે.
સવજીભાઈ ભલે દુનિયા સામે મહાન હોવાનો દાવો કરતા હોય પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.