તમને માનવામાં પણ નહીં આવે કે સુરતના બારડોલીમાં રહેતા એક વ્યક્તિએ પોતાના ઘરે વેલા ઉપર બટાકા ઉગાડીને ખેતી કરી છે. નવાઇની વાત એ છે કે આ બટાકા ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે.
સુરતના બારડોલીમાં રહેતા ઇશ્વરભાઇ પટેલ નિવૃત કર્મચારી છે. જેઓ નિવૃત બાદ પોતાના ખેતીના શોખને પુરો કરે છે. ખેતીમાં સતત નવું નવું સંશોધન કરવાની ઇચ્છા ધરાવતા ઇશ્વરભાઇએ એક એવી સફળતા મેળવી કે તે સમગ્ર બારડોલી અને આસપાસના વિસ્તારમાં ચર્ચામાં આવી ગયા છે. તેમણે પોતાના ઘરે વેલા ઉપર બટાકા ઉગાડ્યા છે. આ બટાકાની વિષેશતા એ છે કે તે ડાયાબીટીશના દર્દીઓને પણ ઉપયોગી બની શકે છે. પહેલા તેમણે ઉગાડેલા બટાકા ઉપર હજી પણ રિસર્ચ કરી રહ્યા છે. અને તેને મોટાપાયે ઉગાડી શકાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે.