સુરત પોલીસ દ્વારા આજ રોજ પાસ કન્વીનર ધાર્મિક માલવિયા સહિત પાસ કાર્યકર યોગેશ કુંભાણી, આકાશ વાટલીયા, મૌલિક નસીત, મહેન્દ્ર બાલધા, તુષાર કાછડીયાની ધરપકડ કરાઇ છે. પબ્લિક પ્રોપર્ટી ડેમજ અને રાયોટીંગના ગુનામાં સરથાણા અને પુણા પોલીસે ધરપકડની કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે સુરતના સરથાણા વિસ્તારમાં બીઆરટીએસ બસ અને સ્ટેન્ડને નુકસાન થતા આ ધરપકડની કાર્યવાહી કરાઇ છે.
