Vinesh Phogat : વિનેશ ફોગટે પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. 50 કિગ્રા ફ્રી રેસલિંગમાં ભારતની વિનેશ ફોગાટે ક્યુબાના ગુઝમેન લોપેઝને હરાવીને પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર
વિનેશ ફોગાટ કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી ત્રીજી ભારતીય અને પ્રથમ મહિલા કુસ્તીબાજ છે. આ પહેલા સુશીલ કુમાર અને રવિ દહિયા પુરૂષ વર્ગમાં ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચ્યા હતા. જોકે, તે ગોલ્ડ જીતી શક્યો નહોતો. આવી સ્થિતિમાં વિનેશ પાસે કુસ્તીમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક છે. વિનેશની ફાઈનલ મેચ 8મી ઓગસ્ટ બુધવારે રમાશે.
અત્યાર સુધી માત્ર સાક્ષી મલિકે મહિલા કુશ્તીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર સાક્ષી મલિકે મહિલા કુશ્તીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો વિનેશ ફાઈનલ જીતશે તો તે ઓલિમ્પિકના ઈતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા કુસ્તીબાજ તો બનશે જ, પરંતુ તે પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ પણ બની જશે. જો વિનેશ ફાઇનલમાં હારી જાય તો પણ તેને સિલ્વર મેડલ મળવાની ખાતરી છે.
જાપાન અને યુક્રેનના કુસ્તીબાજોને હારનો સામનો કરવો પડ્યો
વિનેશે જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ પછી, તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવી અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી.