Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024ના પહેલા દિવસે ખરાબ શરૂઆત બાદ સાંજ સુધીમાં ભારત માટે સારા સમાચાર આવ્યા. મનુ ભાકર 580 માર્ક્સ સાથે ત્રીજા ક્રમે છે. આ સાથે તેણીએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 10 મીટર એર પિસ્તોલની ફાઇનલ રવિવારે બપોરે 330 વાગ્યાથી યોજાશે.
Paris Olympics 2024ના પહેલા દિવસે ખરાબ શરૂઆત બાદ સાંજ સુધીમાં ભારત માટે સારા સમાચાર આવ્યા. મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું છે. તે 580 માર્ક્સ સાથે ત્રીજા ક્રમે રહી હતી. ભાકરે પ્રથમ શ્રેણીમાં 97, બીજીમાં 97, ત્રીજીમાં 98, ચોથીમાં 96, પાંચમીમાં 96 અને છઠ્ઠી શ્રેણીમાં 96 રન બનાવ્યા હતા.
https://twitter.com/sportwalkmedia/status/1817165095417655764
આવતીકાલે ફાઈનલ રમાશે
10 મીટર એર પિસ્તોલની ફાઇનલ રવિવારે બપોરે 3.30 કલાકે શરૂ થશે. મનુ ભાકર છેલ્લા 20 વર્ષમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર છે. છેલ્લી વખત સુમા શિરુર એથેન્સ 2004માં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. રિધમ સાંગવાન મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં 15મા સ્થાને રહી હતી. આ સાથે તે મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. સાંગવાને 573-14x સ્કોર કર્યો.ભારતની શરૂઆત સારી રહી ન હતી
ઓલિમ્પિકની શરૂઆત ભારત માટે સારી રહી ન હતી. 10 મીટર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ભારતની રમિતા જિંદાલ અને અર્જુન બાબૌતાની જોડી ક્વોલિફાયરમાંથી બહાર થઈ ગઈ હતી.
આ જોડી છઠ્ઠા ક્રમે રહી હતી. જ્યારે સંદીપ સિંહ અને
ઈલાવેનિલ વાલારિવનની જોડી 12મા સ્થાને રહી હતી. 10 મીટર એર પિસ્તોલ: સરબજોત સિંહ માટે દુઃખની વાત છે કે, તે છેલ્લું સ્થાન સાંકડા માર્જિનથી ચૂકી ગયો. સરબજોત (9મું સ્થાન) અને જર્મન શૂટર બંને સમાન પોઈન્ટ (577) પર ટાઈ થયા હતા. આ સિવાય અર્જુન સિંહ ચીમા (18મું સ્થાન) પુરુષોના પિસ્તોલ રાઉન્ડમાંથી બહાર થઈ ગયો હતો.