Paris Olympics 2024 Hockey: ભારતના દિગ્ગજ ગોલકીપર શ્રીજેશ રમશે તેની કારકિર્દીની છેલ્લી મેચ શેર કરી ભાવનાત્મક પોસ્ટ.
ઘણી રીતે, 8 ઓગસ્ટનો દિવસ ભારતીયો માટે ભાવનાત્મક દિવસ બની રહ્યો છે. આજે પેરિસ ઓલિમ્પિક 2024ની હોકી ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલની મેચ પીઆર શ્રીજેશની કારકિર્દીની છેલ્લી મેચ.
હોકી ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચ પેરિસ ઓલિમ્પિક 2024ના 13માં દિવસે યોજાવા જઈ રહી છે. આ મેચ ભારત અને સ્પેન વચ્ચે રમાવાની છે. જેમાં ભારતીય હોકી ટીમ ઈચ્છશે કે ભારત આ મેચ જીતે અને દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતે. આ મેચ પર તમામ ભારતીયોની નજર રહેશે. કારણ કે હોકી ટીમ ઈન્ડિયાની દિવાલ કહેવાતા પીઆર શ્રીજેશની કારકિર્દીની આજે છેલ્લી મેચ હશે. પીઆર શ્રીજેશ ભારતીય ટીમનો ગોલકીપર છે. આ છેલ્લી મેચ પહેલા, તેણે તેના સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક વિદાય પોસ્ટ શેર કરી છે. જે હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
શ્રીજેશે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ભારતને સેમીફાઈનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જોકે, ભારત સેમિફાઇનલમાં જર્મની સામે હારી ગયું હતું અને હવે તે સતત બીજી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ માટે રમી રહ્યું છે.
Sreejeshની ઈમોશનલ વિદાયની પોસ્ટ વાયરલ થઈ રહી છે.
શ્રીજેશે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક સંદેશ લખ્યો અને કહ્યું કે ભારત માટે રમવું તેના માટે શાનદાર અનુભવ રહ્યો છે. તેણે કહ્યું કે દરેક બચાવ, દરેક ડાઇવ અને પ્રેક્ષકોનો દરેક ઉત્સાહ તેની સાથે કાયમ રહેશે. તેણે તેના પર વિશ્વાસ કરવા અને તેની સાથે ઉભા રહેવા બદલ ચાહકોનો આભાર માન્યો હતો.
પીઆર શ્રીજેશે લખ્યું- “જેમ હું છેલ્લી વખત ગોલ પોસ્ટની વચ્ચે ઉભો છું, મારું હૃદય કૃતજ્ઞતા અને ગર્વથી ભરાઈ ગયું છે. એક નાના છોકરાથી લઈને ભારતના સન્માનની રક્ષા કરનાર વ્યક્તિ સુધીની આ સફર અસાધારણ રહી છે.”
તેણે આગળ લખ્યું- “આજે હું ભારત માટે મારી છેલ્લી મેચ રમી રહ્યો છું. દરેક બચાવ, દરેક ડાઇવ, ભીડની દરેક ગર્જના હંમેશા મારા આત્મામાં ગુંજશે. ભારત, મારામાં વિશ્વાસ કરવા અને મારી પડખે ઉભા રહેવા બદલ આભાર. આ નથી. અંત, પરંતુ સારી યાદોની શરૂઆત.”
As I stand between the posts for the final time, my heart swells with gratitude and pride. This journey, from a young boy with a dream to the man defending India's honour, has been nothing short of extraordinary.
Today, I play my last match for India. Every save, every dive,… pic.twitter.com/pMPtLRVfS0
— sreejesh p r (@16Sreejesh) August 8, 2024
Sreejeshની શાનદાર કારકિર્દી.
પીઆર શ્રીજેશે 2004માં જુનિયર ટીમ સાથે તેની સફર શરૂ કરી અને 2006માં સિનિયર ટીમ સાથે જોડાયો. 36 વર્ષીય શ્રીજેશ થોડો સમય ટીમની અંદર અને બહાર જતો રહ્યો, પરંતુ 2011માં તેણે ગોલકીપરનું સ્થાન નિશ્ચિત કર્યું. ત્યારથી, શ્રીજેશે 4 ઓલિમ્પિકમાં ભાગ લીધો છે અને 2021 માં ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.