Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆતમાં જ સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. આર્જેન્ટિના ફૂટબોલ ટીમ સાથે જે કંઈ પણ થયું છે તેણે બધાને મુશ્કેલીમાં મૂકી દીધા છે. મોરોક્કો સાથેની મેચમાં થયેલા વિવાદે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, હવે ટીમના કોચે વધુ એક ખુલાસો કર્યો છે કે મેચ પહેલા જ ટીમને લૂંટી લેવામાં આવી હતી.
આર્જેન્ટિનાના ફૂટબોલ કોચ જેવિયર માસ્ચેરાનોએ જણાવ્યું હતું કે મોરોક્કો સામેની વિવાદાસ્પદ મેચ પહેલા તેના Paris Olympics 2024 આધારને લૂંટી લેવામાં આવ્યો હતો. આર્જેન્ટિનાની ઓલિમ્પિક ટીમે ગુરુવારે લિયોનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
માસ્ચેરાનોએ કહ્યું, “ઓલિમ્પિક મેચના થોડા સમય પહેલા ટ્રેનિંગ દરમિયાન બેઝ પર લૂંટ થઈ હતી. આવી ઘટનાઓ ન થવી જોઈએ. મિડફિલ્ડર થિયાગો અલ્માડાની ઘડિયાળ પણ લૂંટાયેલી વસ્તુઓમાં સામેલ હતી.”
2004 અને 2008માં ગોલ્ડ મેડલ વિજેતા આર્જેન્ટિનાની ટીમ
માટે ઓલિમ્પિકની શરૂઆત સારી રહી ન હતી. બુધવારે મેચ દરમિયાન, સ્ટોપેજ ટાઈમની 16મી મિનિટમાં ક્રિશ્ચિયન મેડિનાએ બરાબરી પર કરેલા ગોલ બાદ મોરોક્કન ચાહકો મેદાનમાં પ્રવેશ્યા હતા. તેઓએ લગભગ બે કલાક સુધી હોબાળો મચાવ્યો અને આ દરમિયાન મેચ અટકાવી દેવામાં આવી. ચાહકોને હાંકી કાઢ્યા બાદ આખરે મેચ પૂર્ણ થઈ હતી.
જો કે, VAR ચેક પછી આ ગોલ નકારી કાઢવામાં આવ્યો
અને મોરોક્કોએ મેચ 2-1થી જીતી લીધી. આર્જેન્ટિનાના ફૂટબોલ ફેડરેશને બુધવારે ફીફા સામે વિરોધ દર્શાવતા કહ્યું કે તે ખેલાડીઓની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરશે.
સુરક્ષા પર પ્રશ્નો
પેરિસમાં આર્જેન્ટિના સાથે જે બન્યું તે ટીમની સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યું છે. ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે હજારો ખેલાડીઓ પેરિસ આવ્યા છે અને આવી સ્થિતિમાં ટ્રેનિંગ દરમિયાન આવી ઘટના બને તે મોટી વાત છે. પેરિસ ઓલિમ્પિકના આયોજકો માટે આ ચિંતાનો વિષય છે. તેનાથી અન્ય ટીમોમાં પણ ભયનું વાતાવરણ સર્જાઈ શકે છે.