Neeraj Chopra:1 સેન્ટિમીટરના કારણે નીરજ ચોપરાને 15 લાખ રૂપિયાનું નુકસાન થયું.
Neeraj Chopra:આ વખતે નીરજ ચોપરાને ડાયમંડ લીગમાં લગભગ 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. તે ભાલા ફેંક સ્પર્ધામાં બીજા ક્રમે રહ્યો હતો.
Neeraj Chopra: બ્રસેલ્સ ડાયમંડ લીગ ફાઇનલ્સ 2024માં બીજા સ્થાને રહ્યો હતો. નીરજ ભાલા ફેંકનો રાજા છે. પરંતુ આ વખતે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે તેને હરાવ્યો હતો. આ વખતે ડાયમંડ લીગમાં નીરજને લગભગ 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
વાસ્તવમાં નીરજ ચોપરા માત્ર 1 સેન્ટિમીટરથી ચૂકી ગયો. જેના કારણે તે બીજા સ્થાને રહ્યો. નીરજને 12000 ડોલર એટલે કે લગભગ 10 લાખ રૂપિયા ઈનામી રકમ તરીકે મળ્યા છે.
પીટર્સ ટોપ પર રહ્યા અને ટાઇટલ જીત્યું. આ માટે પીટર્સને 30000 ડોલર એટલે કે લગભગ 25.16 લાખ રૂપિયા ઈનામી રકમ તરીકે મળ્યા છે.
જો નીરજ ચેમ્પિયન બન્યો હોત તો તેને પ્રાઈઝ મની તરીકે 25.16 લાખ રૂપિયા મળ્યા હોત. પરંતુ આવું ન થયું. જેના કારણે તેઓને નુકશાન થયું હતું.
નીરજ ડાયમંડ લીગનો ચેમ્પિયન રહી ચૂક્યો છે. તેણે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.
પેરિસ ઓલિમ્પિક બાદ નીરજે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ તે ડાયમંડ લીગમાં ટોચ પર રહી શક્યો નહીં.