પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત ફાઈબર ગૃપ ઓફ પોરબંદર ના સહયોગ થી ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ ખારવા સમાજ કપ-૨૦૨૩નુ ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૩૨ ટીમોએ ભાગ લીધેલ હતો અને ઉત્સાહભેર જ્ઞાતિના યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફાયનલમાં મિરાજ ઇલેવન ચેમ્પીયન થતા ટ્રોફી સાથે રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાયાં હતાં.
પોરબંદર શહેરમાં ખારવા સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જ્ઞાતિના યુવાનો રમત-ગમત ક્ષેત્રે આગળ વધે અને ભાઇચારામાં એકતા વધે તેવા ઉદેશથી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૦૯-૦૪-૨૦૨૩ રવિવારના રોજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ નો ફાઈનલ રાખવામા આવેલ. જેમાં ફાઈબર ઈલેવન તેમજ મીરાજ ઈલેવન વચ્ચે મેચ હતો. જેમા મીરાજ ઈલેવન વિજેતા બની હતી. ઉપસ્થિત આગેવાનો વાણોટ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તથા પંચપટેલ/ટ્રસ્ટીઓ, બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા ક્મીટી મેમ્બરઓ, પુર્વ વાણોટઓ સુનિલભાઈ ગોહેલ, પ્રેમજીભાઈ ખુદાઈ, દિલીપભાઈ લોઢારી, સપ્લાયર્સ એસો.ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તેમજ કમીટી મેમ્બરઓ, સેફ્રોન રેસ્ટોરેન્ટનાં અજયભાઈ મોતીવરસ, સીલ્વર સી ફુડના વિરેન્દ્રભાઈ જુંગી, અમર ગૃપ ઓફ પોરબંદરના પરમભાઈ પાંજરી તથા ઉપસ્થિત સર્વે આગેવાનોના હસ્તે વિજેતા ટીમને ચેમ્પીયન ટ્રોફી તેમજ રૂ. ૧૧,૦૦૦/ રોકડ પુરસ્કાર આપવામા આવેલ. અને રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂ. ૫,૫૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. તેમજ મેન ઓફ ધ મેચ – અજય ગોહેલ, મેન એફ ધ સીરીઝ – રોનક લોઢારી, બેસ્ટ બોલર – રમેશ જુગી, બેસ્ટ બેસ્ટમેન – રોનક લોઢારી, અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને ટ્રોફી અને કાર્યકર્તા મિત્રોને મોમેન્ટો આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ હતા અને ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાનોને ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર તરફથી સન્માનપત્ર મોમેન્ટો આપવામા આવેલ હતા.
આ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ તેમજ પંચપટેલ-ટ્રસ્ટીઓના સુંદર માર્ગદર્શન હેઠળ ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા આ ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે ખુબ જ જહેમત ઉઠાવવામા આવેલ.
