Mango Coconut Smoothie: ઉનાળાની તાજગી માટે ટેસ્ટી મેંગો કોકોનટ સ્મૂધી – બનાવવાની સરળ રીત
Mango Coconut Smoothie ઉનાળાની ગરમીમાં ચા-કોફી કે ડ્રિંકની જગ્યાએ કંઈક સ્વાદિષ્ટ, તાજગીદાયક અને ઠંડુ પીવાનું મન થાય, ત્યારે મેંગો કોકોનટ સ્મૂધી એ સંપૂર્ણ વિકલ્પ છે. કેરીની મીઠાશ અને નારિયેળના ક્રીમી પન સાથે મળીને બનેલું આ પૌષ્ટિક પીણું ન માત્ર ઉનાળાની ગરમી દૂર કરે છે પણ તમને અંદરથી તાજગીનો અનુભવ પણ કરાવે છે.
મેંગો કોકોનટ સ્મૂધીમાટે જરૂરી સામગ્રી:
પાકેલી કેરી (ઝીણી સમારેલી) – 1 કપ
નારિયેળનું દૂધ – 1 કપ
ઠંડું દહીં – ½ કપ
મધ અથવા ગોળ – 1-2 ચમચી (સ્વાદ અનુસાર)
બરફના ટુકડા – 4-5
એલચી પાવડર – એક ચપટી (વૈકલ્પિક)
ગાર્નિશ માટે – ફુદીનાના પાન અથવા નારિયેળના ટુકડા
બનાવવાની રીત:
પાકેલી કેરીને ધોઈને છોલી લો અને ટુકડા કરી લો.
મિક્સર જારમાં કેરીના ટુકડા, નારિયેળનું દૂધ, દહીં અને મધ ઉમેરો.
તેમાં બરફના ટુકડા અને ઈચ્છા હોય તો એક ચપટી એલચી પાવડર ઉમેરો.
હવે બધું બ્લેન્ડ કરો જ્યાં સુધી સ્મૂધી એકદમ ક્રિમી અને સ્મૂથ ન બની જાય.
તૈયાર સ્મૂધીને ગ્લાસમાં રેડી, ઉપરથી ફુદીનાના પાન કે નારિયેળના ટુકડા વડે સજાવટ કરો.
તરત જ સર્વ કરો – ઠંડક અને સ્વાદનો પૂરો આનંદ લો!
મેંગો-નારિયેળ સ્મૂધીનાં ફાયદા:
શરીરને ઠંડક આપે છે: બંને ઘટકો ગરમીમાં કૂલિંગ ઈફેક્ટ આપે છે.
એનર્જી બૂસ્ટર: સવારે કે સાંજના સમયે તાત્કાલિક ઉર્જા આપે છે.
પાચનને સુધારે છે: દહીં અને નારિયેળ પેટ માટે લાભદાયક છે.
ત્વચાને નમ અને ચમકદાર બનાવે છે: નારિયેળ અને કેરી ત્વચા માટે પોષક તત્વોથી ભરપૂર છે.
સૌને ગમતી ટેસ્ટ: મીઠો, ક્રીમી અને તાજા સ્વાદ બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌને ભાવે.
તો આ ઉનાળામાં, કોમ્પ્લેક્સ કોકટેઈલ કે પેકબંદ પીણાંના બદલે ઘરે બનાવેલી સ્વસ્થ અને સ્વાદિષ્ટ મેંગો-નારિયેળ સ્મૂધીથી ગરમીને કહો બાય-બાય!