રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે ઘરે – ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ડેન્ગ્યું , મેલેરિયા અને ઝાડા ઉલટી સહીત પાણીજન્ય ના કેસો રોજ સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે . અને રોગચાળાના કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દીઓ થી ઉભરાઈ રહી છે. છતાં આ તંત્ર હજુ હરકતમાં આવ્યું નથી.
રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે નોંધેલા આક્દા મુજ્બ ૩૫૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે જે વ્યવસ્થા કરવાની હોય તે માત્ર સરકારી કાગળ ઉપરજ કરવામાં આવી રહી છે. જેના કારણે પણ રોગચાળો વધી રહ્યો છે . છેલ્લા આઠ દિવસમાં આકડા ઉપર નજર નાખીએ તો ઝાડા ઉલટીના ૧૧૭ કેસો , તાવ – શરદી ૨૨૧ કેસો , મરડાના ૮ કેસો , મેલેરીયાના ૧ સહીત ૩૫૦ જેટલા દર્દીઓ નોંધાયા છે.રાજકોટમાં હાલ મિશ્ર ઋતુ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે .. એકતરફ દિવસ દરમિયાન ગરમી જોવા મળે છે તો બીજીતરફ રાત્રી દરમિયાન ઠંડી જોવા મળે છે જેના કારણે શહેરમાં વાઈરલ ઇન્ફેકશન ઉપરાંત ઝાડા ઉલટીના દર્દીઓની સંખ્યા સરકારી ચોપડે વધી રહી છે .. ત્યારે આ રોગચાળા સામે બચવા લોકોએ જાગૃતતા રાખવી જરૂરી છે . તેમજ પીવાનું પાણી ઉકાળેલું પીવું જોઈએ અને બારનું ખાવાનું ટાળવું જોઈએ તેમ આરોગ્ય અધિકારી રાજકોટની જનતા ને સાવચેત રહેવા જણાવ્યું હતું. રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. તાબડતોબ તંત્રએ હરકતમાં આવવું જોઈએ હજુ રોગચાળો હાથમાં છે. તંત્ર હજુ આળસ નહિ ખંખેરે તો આગામી દિવસોમાં રોગચાળો સમગ્ર શહેરને બાનમાં લે તો પણ નવાઈ નહિ